Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

પીઠડ-૧૦, વાંસજાળીયા-૬, પરડવામાં-૫ ઇંચ

મેઘો ધીમો પડયો પણ હાલારમાં ગ્રામ્ય વિસ્તારમાં ભરપૂર વરસી ગયો : કાલે પણ હેત વરસ્યુ : ધ્રાફા, જામવાડીમાં ૩ll : સમાણા-૩l, મોટા ખડબામાં અઢી ઇંચ : હાલારમાં સૌથી વધુ વાંસજાળીયામાં મોસમનો કુલ ૭૧ ઇંચ વરસી ગયો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૫ : સૌરાષ્ટ્રભરમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે અને આજે સવારથી મેઘાનું જોર ઘણું ઘટી ગયું છે ત્યારે ગઇકાલે મેઘાનું જોર હાલારમાં રહ્યું હતું અને ગ્રામ્ય પંથકમાં ૧૦ ઇંચ સુધી પાણી પડી ગયું હતું.  આજે સવારે પૂરા થતાં છેલ્લા ૨૪ કલાકમાં જોડીયાના પીઠડ ગામે ૧૦, જામજોધપુરના વાંસજાળીયા-૬ અને પરડવામાં - ૫ ઇંચ ઉપરાંત ધ્રાફા - જામવાડીમાં ૩ાા, સમાણા-૩ા અને લાલપુરના મોટા ખડબામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો.  આમ જામજોધપુર પંથકમાં મેઘો ભરપૂર વરસ્યો છે અને તેમાં પણ વાંસજાળીયામાં મોસમનો કુલ વરસાદ ૭૧ ઇંચ થવા પામ્યો છે જે આંકડા નીચે મુજબ છે.

જામનગર

વસઇ

૧૫

મી.મી.

લાખાબાવળ

૧૭

,,

મોટી બાણુંગાર

૨૫

,,

ફલ્લા

૩૫

,,

જામવંથલી

૧૦

,,

ધુતારપુર

૫૦

,,

અલીયાબાડા

૨૮

,,

દરેડ

૩૦

,,

જોડીયા

હડીયાણા

૨૦

મી.મી.

બાલંભા

૨૮

,,

પીઠડ

૨૫૦

,,

ધ્રોલ

લતીપુર

૧૮

મી.મી.

જાલીયાદેવાણી

૨૦

,,

લૈયારા

૨૨

,,

કાલાવાડ

નિકાવા

૪૫

મી.મી.

ખરેડી

૫૫

,,

ભ.ભેરાજા

૪૦

,,

નવાગામ

૩૫

,,

મોટા પાંચદેવડા

૩૦

,,

મોટા વડાળા

૩૦

,,

જામજોધપુર

સમાણા

૮૦

મી.મી.

શેઠ વડાળા

૨૮

,,

જામવાડી

૮૯

,,

વાંસજાળીયા

૧૪૨

,,

ધુનડા

૫૮

,,

ધ્રાફા

૯૦

,,

પરડવા

૧૩૦

,,

લાલપુર

પીપરતોળા

૧૨

મી.મી.

પડાણા

૧૪

,,

ભણગોર

૪૬

,,

મોટા ખડબા

૬૦

,,

મોડપર

૧૭

,,

ડબાસંગ

૨૪

,,

(11:16 am IST)