Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

ધોરાજીને ધમરોડતા મેઘરાજા : 7 ઇંચ વરસાદ : સિઝનનો કુલ 42.5 ઇંચ વરસાદ નોંધાયો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીમાં છેલ્લા 8 દિવસથી મેઘરાજાએ એકધારી અમીવર્ષા ચાલુ રાખી છે ત્યારે ગઈકાલે રાતથી અત્યાર સુધીમાં 175 એમ એમ વરસાદ નોંધાયો હતો 7 ઇંચ જેવો વરસાદ વરસી જતા ધોરાજીના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું અત્યારે હાલમાં ધોરાજીની સફુરા નદી તેમજ સૌરાષ્ટ્રની મહત્વની ગણાતી ભાદર-૨ નદી અને ભાદર 2 ડેમ ઓવરફલો થતા જેના કારણે નીચાણવાળા વિસ્તારો અને ભાદર નદીના કાંઠે આવતા તમામ ગામોને ધોરાજીના મામલતદાર કિશોર જોલાપરા ચીફ ઓફિસર મનન ચતુર્વેદી તાલુકા વિકાસ અધિકારી જાડેજા નાયબ મામલતદાર નંદાણીયા ભાઈ વિગેરે અધિકારીઓની ટીમ ધોરાજીના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી અને નીચાણવાળા વિસ્તારોને સાવચેત કર્યા હતા હાલમાં સતત વરસાદના કારણે ધોરાજીમાં ગઈકાલે રાત્રિના ત્રણ ઇંચ તેમજ આજે સવારથી અત્યાર સુધીમાં ચાર ઇંચ કુલ સાત ઇંચ વરસાદ નોંધાયો છે સિઝનનો 42.5 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને હજુ વરસાદ ચાલુ છે.

(11:31 pm IST)