Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

મોરબી કોંગ્રેસની કારોબારી બેઠકમાં પ્રદેશ અધ્યક્ષના મંદી, મોંઘવારી અને મહામારી અંગે સરકાર પર પ્રહારો: તા.૧ ઓગસ્ટથી રાજ્યના દરેક જીલ્લામાં આંદોલનનું એલાન

મોરબી : આજે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જે કારોબારી બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા કારોબારી સમિતિની બેઠકમાં સરકાર વિરુદ્ધ ઠરાવો રજુ કરવામાં આવ્યા હતા
તો કારોબારી બેઠક અંગે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે મંદી, મોંઘવારી અને મહામારીથી પ્રજા ત્રસ્ત છે સરકારના ઉદાસીન વહીવટ અને ગંભીર બેદરકારીનો ભોગ આમ પ્રજા બની છે દોઢ વર્ષના કપરા કાળમાં અનેક લોકોએ સ્વજનો ગુમાવ્યા છે, લાખો લોકોના મોત થયા છે હોસ્પિટલમાં લાખોની લૂંટ ચલાવાઈ છે ત્યારે સરકાર મુક પ્રેક્ષક બની જોઈ રહી છે જે અંગે કોંગ્રેસ સમિતિએ ઠરાવો રજુ કર્યા છે તો મોરબીના ઉદ્યોગના વિકાસ સાથે ગુન્હાખોરી વધી રહી છે દરેક રસ્તા પર ખાડા છે ખાડામાં રસ્તા છે કે રસ્તામાં ખાડો તેવા સવાલો લોકો પૂછી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે
તો ખેડૂતોને સિંચાઈનું પાણી, કૃષિ જણસોના પૂરતા ભાવનો પ્રશ્ન છે પેટ્રોલ અને ડીઝલના ભાવો ૧૦૦ ને આંબી ગયા છે જેથી મોંઘવારીને લઈને તા. ૦૧ થી સમગ્ર રાજ્યમાં દરેક જીલ્લા સ્તરે આંદોલન કરવાનું એલાન કરાયું છે જોકે કોંગ્રેસની કારોબારી બેઠકમાં કોંગ્રેસ આગેવાનો માસ્ક વિના જોવા મળ્યા હતા તો કાર્યકરોએ સોશ્યલ ડિસ્ટન્સના પણ લીરેલીરા ઉડાવ્યા હતા તો જીલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલની વરણી કરવામાં આવી હોય જેને આવકારવામાં આવ્યા હતા

(9:42 pm IST)