Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

પોરબંદર જિલ્લામાં કોરાનાના વધુ પાંચ પોઝીટીવ કેસઃ અત્યાર સુધીમાં કુલ ૪પ કેસ

પોરબંદર શહેરના ર, કુતિયાણાના ખાગેશ્રી અને થેપડા ઝાપાના ૧-૧ તથા જુનાગઢથી જિલ્લામાં આવેલા યુવકના કોરાના પોઝીટીવ રિપોર્ટ

પોરબંદર તા. રપ : જિલ્લામાં કોરાનાના વધુ પાંચ પોઝીટીવ કેસ આવેલ છે જિલ્લામાં અત્યાર સુધીમાં કોરાના પોઝીટીવનો આંક ૪પ પહોંચ્યો છે.

કોરાના પોઝીટીવના વધુ પાંચ કેસમાં પોરબંદરના ર કેસ, કુતિયાણાના ખાગેશ્રી તથા થેપડા ઝાંપાના ૧-૧ કેસ તથા જુનાગઢથી પોરબંદર જિલ્લામાં આવેલ યુવકના કોરાનાના પોઝીટીવ રિપોર્ટ અવોલ છે.

ગઇકાલે કોરાના શંકાસ્પદના ૯પ કેસમાંથી ૮૯ કેસના નેગેટીવ રિપોર્ટ આવેલ. બાકીનો ૧ કેસના સેમ્પલ રાજકોટ થયેલ છે તેમજ પાંચ કેસના પોઝીટીવ  રિપોર્ટ આવેલ હતા.

કોરાના પોઝીટીવ પાંચ કેસમાં જુનેદ ઇકબાલભાઇ શેઠ (ઉ.ર૬) રે. છાયા પોરબંદર, સુરેશભાઇ વલ્લભભાઇ વાઘેલા ઉ.પ૦ ડોકામેડી શેરી , રે. ખાગેશ્રી કુતીયાણા, નરેશ કારા ધરસંડા (ઉ.૩૦) રે. નવાપરા, જુનાગઢ, સુફીયા મહમદ પરમાર (ઉ.રપ) રે. થેપડા, ઝાપા, કુતિયાણા તેમજ જયાબેન પ્રાણલાલ ભદ્રેચા (ઉ.૭ર) રે. વાઘેશ્વરી પ્લોટ, પોરબંદરનો સમાવેશ થાય છે.(

(12:47 pm IST)