Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

ભાવનગરઃ અમદાવાદ હાઇવે પરથી દારૂની ૧૭૪ બોટલો અને બિયરના ૧૪૦ ટીન સહિત ૬.૨૫ લાખના મુદ્દામાલ સાથે બે શખ્સો ઝડપાયા

ભાવનગર, તા.૨૫:  ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ.સીટી/ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન જયરાજસિંહ જાડેજાને બાતમીરાહે હકિકત મળેલ કે કે આઇસર નંબર GJ-12-AY-3676 નો કેબીનઙ્ગ ઉપરના ભાગે કાચ ઉપર માનવ રોડલાઇન્સ લખેલ છે. અને તેના ડ્રાયવર તથા કલીનર બંન્ને જણા તે આઇસરમાં ભારતીય બનાવટનો પરપ્રાંત ઇગ્લીશ દારૂનો જથ્થો છુપાવી ભાવનગર તરફ આવે છે. જે હકિકત આદ્યારે વોચમા રહી ઉપરોકત બાતમી વાળુ આઇસર મળી આવતા જેમા (૧) ડ્રાઇવર રાસીદભાઇ ઉર્ફે રાણા દાઉદભાઇ સોરઠીયા/સીપાઇ ઉવ-૨૨ રહે. ભાદ્રોળ જાપા મુનીવર સોસાયટી હારૂનભાઇની દુકાન વાળો ખાચો મહુવા જી.ભાવનગર (ર) કલીનર આરીફભાઇ ઉર્ફે બાપુ ઉસ્માનભાઇ વાઘેલા/સીપાઇ ઉવ-૨૩ રહે. જુના એસ.ટી વર્કશોપ રેલ્વે સ્ટેશન પાસે રૂપારેલના કારખાના પાસે મહુવા જી.ભાવનગર મળી આવતા તપાસ દરમ્યા સદરહુ આઇસર GJ-12-AY-3676 માનવ રોડલાઇન્સ ટ્રકમાં ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ નાની મોટી બોટલો નંગ-૧૭૪ તથા બિયર ટીન નંગ-૧૪૦ મળી કુલ કિ.રૂ.૧,૧૯,૫૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૩ કુલ કિ.રૂ.૫૫૦૦/-તથા આઇસર ટ્રક કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ કી.રૂ.૬,૨૫,૦૦૦/-નો મુદામાલ સાથે મળી આવતા મજકુરના વિરૂધ્ધ્માં વેળાવદર(ભાલ) પોલીસ સ્ટેશનમાં પ્રોહી એકટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.ઙ્ગઙ્ગ

આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી.વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા તથાઙ્ગ સ્ટાફના હેડકોન્સ. જયરાજસિંહ જાડેજા તથા વનરાજભાઇ ખુમાણ તથા રાજપાલસિંહ તથા મહેન્દ્રભાઇ ચૈાહાણ તથા ભૈપાલસિંહ ચુડાસમા તથા સાગરભાઇ જોગદિયા તથા પો.કોન્સ ધર્મેન્દ્રસિંહ ગોહીલ તથા ઇમ્તીયાઝ પઠાણ, વિઠ્ઠ્લભાઇ બારૈયા, જયદિપસિંહ ગોહીલ તથા સંજયભાઇ ચુડાસમા વિગેર સ્ટાફના માણસો જોડાયા હતા.

(11:42 am IST)