Gujarati News

Gujarati News

News of Wednesday, 25th July 2018

ટ્રક હડતાલ યથાવતઃ રાજુલામાં ૧૫૦૦ ટ્રકોના પૈડા થંભી ગયા

ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશનો દ્વારા માંગણીઓ પુર્ણ કરવા રજૂઆત

રાજકોટ તા. રપ :.. ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશન દ્વારા ર૦ મીથી વિવિધ માંગણીઓ ઉકેલવાની માંગણી સાથે ટ્રક હડતાલના મંડાણ કર્યા છે. આ હડતાલના કારણે કરોડો રૂપિયાનું ટર્ન ઓવર ઠપ્પ થયું છે.

રાજૂલા

રાજૂલા : ભારત સરકારના અને ગુજરાત સરકારના વિવિધ કાયદોને કારણે ટ્રક માલિકોને પડતી હાલાકી બંધ કરવાની માંગણી સાથે છેલ્લા પ થી ૬ દિવસથી ચાલી રહેલી હડતાલને કારણે ટ્રકોના પૈડા થંભી જવાથી રાજૂલા વિસ્તારના આશરે ૧પ૦૦ જેટલા ટ્રકો બંધ થઇ જતા ટ્રક માલિકો અને ટ્રક ડ્રાઇવરો અને હેલ્પરોની હાલત કફોડી થઇ જવા પામેલ છે.  રાજૂલા વિસ્તારમાં પીપાવાવમાં પ૦૦ જેટલા ટ્રકો તથા અલ્ટ્રાએકમાં ૧૦૦૦ જેટલા ટ્રકો છે. જે દેશભરમાં આપવામાં આવેલ બંધના એલાનમાં જોડાઇ જતા રોજના ટેક્ષના ૪પ૦ અને ડ્રાઇવર હેલ્પરના પ૦૦ મળીને પર ડે ૧૦૦૦ રૂપિયા ટ્રકો પડયા રહેતા તેના માલીકો ઉપર ડેમરેજ ચડી રહ્યું છે. જેથી આ હિસાબે લાખોનું નુકશાન થાય છે. ઉપરાંત ભાડા નહી મળતા હોય માલીકો પણ આર્થિક સંકડામણમાં મુકાઇ ગયેલ છે.

પીપાવાવ પોર્ટના ટ્રાન્સ્પોટર અને ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશનના પ્રમુખ એવા જીકારભાઇ વાઘ (યાદવ) અને સુરજીત રાવલે જણાવેલ છે કે, અમારી માંગણીઓમાં રોજે-રોજ જે ડીઝલ્સના ભાવો વધે છે. તેના બદલે છ માસીક કરવા, તથા ટોલ ટેક્ષમાં રાહત આપવી તથા થર્ડ પાર્ટી અને ઇન્સ્યોરસ ઉપરથી જીએસટી નાબુદ કરવો સહિતના પ્રશ્ને રજૂઆત કરી છે.

આમ ઉપર મુજબની માગણીઓ સંતોષાઇ તેવી માંગણી સાથે ઓલ ઇન્ડીયા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએશનની હડતાલમાં રાજૂલાના ટ્રક માલીકો અને ટ્રાન્સ્પોર્ટરો જોઇ જતા રાજૂલાના ઉદ્યોગ અને દુકાનદારોને પણ ખૂબ જ નુકશાન થઇ રહેલ છે.

(12:24 pm IST)