Gujarati News

Gujarati News

News of Wednesday, 25th July 2018

ગારીયાધારમાં પ્લાસ્ટીકના પાયે ગાયમાતા મરણ પથારીએ

હોઝરીમાં પ્લાસ્ટીકના થરો જામી જતા અબોલ પશુંની કથળેલી પરિસ્થિતિ : ગારીયાધાર પંથક અને નજીકમાં આ ઓપરેશનની સુવિધા ન હોવાથી ગૌમાતા માટે મુશ્કેલ સમય

ગારીયાધાર, તા.૨૫:  ગાયને આપણી સંસ્કુતીમાં તેના ગુણોના કારણે માતાનું બિરૂદ આપવામાં આવ્યું છે જેમા માવતર ઘડપણ આવતા સંતાનોને ત્યજે છે તેવી જ રીતે માલધારીઓ ઢોરના સેવા કરવામાં તેને ત્યજીદે છે. અને આ ગાયો રેઢીયાળ બનીને રસ્તાઓ પર પડેલા આચર-કુચરના સહારે દિવસો કાઢે છે. તેવી જ એક જ કરૂણદાયક ઘટના ગારીયાધારની છે.

શહેરના આશ્રમ રોડ પર પાકીંગમાં છેલ્લા ૩ દિવસથી ગાય માંદગીના બિછીને  પડી છે. પશું ચિકિત્સક અને સેવા ભાવી સંસ્થાઓના ડોકટરો દ્વારા ગાયની તપાસ કરતા આ રેઢીયાર બનેલી ગાયે શહેરમાં પડેલા પ્લાસ્ટીકના પેકીંગોને પોતાનો ખોરાક સમજીને ખાઇ રહી છે જેના પરિણામ સ્વરૂપ ગાયની હોઝરીમાં પ્લાસ્ટીકના થરો જમાં થયા છે તેના કારણે આ ગાયનું ઓપરેશન જરૂરી બન્યું છે જેથી સુવિધા ગારીયાધાર તાલુકામાં કે બાજુમાં કયાંય ઉપબબ્ધ ન હોવાથી આ આવેલ પશું મોતની રાહ જોઇ બેઠું છે.

છેલ્લા ૩ દિવસથી આ ગાય કંઇ પણ ખોરાક નાખવા છતાં પ્લાસ્ટીકના થરો હોઝરીમાં જામી જતાં કંઇ ખાઇ રહી નથી જેથી સેવા ચાકરી માટે અહીં વેપારીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. પરંતુ પરિસ્થિતિમાં કંઇ ફેર ન આવતા આ અબોલ પશું નોધારૂ બન્યું છે.

ગારીયાધાર શહેરમાં બેફામ પણ પ્લાસ્ટીકના ઉપયોગના કારણે હાલ દરેક પશું, પક્ષી અને મનુષ્યના જીવો જોખમમાં મુકાઇ રહ્યા છે. શહેરની હોસ્પીટલોમાં આવતા કેન્સરના દર્દીઓના બાયોટસી રીપોર્ટમાં પણ પ્લાસ્ટીકના સેવનથી દર્દીને કેન્સર થયાનું તારણ બહાર આવે છે પરંતુ નિંભર તંત્રને પ્રતિબંધીત પ્લાસ્ટીકના ઉપયોગને અટકાવવા કોઇ કાર્યવાહિ કરવામાં ન આવતા હાલ આ પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે. જે નેતાઓ, અધિકારીઓ વેપારીઓ અને પ્રની માટે પણ શર્મજનક બાબત કહી શકાય છે.

આ બાબતે ન.પા. ચિફઓફિસર બી.આર.બરાળને પૂછતા તેમણે જણાવ્યુ હતુ કે આ બાબતે જાુંબેશ ઉપાડવી જરૂરી બની છે વેપારીઓને બોલાવીને સમજાવી પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ થાય તેવી રીતે કામગીરી લેવામાં આવશે સમજાવ્યે પણ પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ નહી થાય તો દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

(12:12 pm IST)