Gujarati News

Gujarati News

News of Wednesday, 25th July 2018

રામોદમાં દારૂ ઢીંચી ખેલ કરતાં મોટા ભાઇને સમજાવતાં સુરેશને છરી ઝીંકાઇ

ભાઇ હિતેષનું ઉપરાણુ લઇને પિતા પણ તૂટી પડ્યાનું યુવાનનું કથન

રાજકોટ તા. ૨૫: કોટડા સાંગાણીના રામોદ ગામે રહેતાં અને કડીયા કામની મજૂરી કરતાં સુરેશભાઇ વિનુભાઇ રાઠોડ (ઉ.૩૨) નામના દલિત યુવાનને તેના મોટા ભાઇ હિતેષભાઇ અને પિતા વિનુભાઇએ મારકુટ કરી છરીથી હાથમાં ઇજા કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રવિભાઇ ગઢવીએ જરૂરી કાર્યવાહી કરી કોટડા સાંગાણી પોલીસને જાણ કરી હતી. સુરેશભાઇના કહેવા મુજબ સાંજે મોટો ભાઇ દારૂ પી ગામના બસ સ્ટેશન પાસે ખેલ કરતો હોઇ પોતે તેને સમજાવીને ઘરે લાવ્યો હતો. બાદમાં તેણે ફરીથી ઝઘડો કર્યો હતો અને હુમલો કર્યો હતો. સાથે પિતાએ પણ તેનું ઉપરાણું લઇ મારકુટ કર્યાનું વધુમાં સુરેશભાઇએ જણાવ્યું હતું. કોટડા પોલીસે વિશેષ કાર્યવાહી કરી છે.

(2:53 pm IST)