Gujarati News

Gujarati News

News of Wednesday, 25th July 2018

ઉદ્યોગોથી કચ્છમાં નુકસાન વધ્યુ છે : જીજ્ઞેશ મેવાણીના આક્ષેપો

ભુજ તા. ૨૫ : ફરીવાર કચ્છના બે દિવસના પ્રવાસે આવેલા જીજ્ઞેશ મેવાણીએ રાપર, ભચાઉ અને મુન્દ્રાની મુલાકાત લીધી હતી. મુન્દ્રાના રાજપૂત ક્ષત્રિય સમાજ વાડીની સામે ડો. બાબા સાહેબના સર્કલ પાસે આજે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની જાહેરસભા યોજાઈ હતી.

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેજા હેઠળ યોજાયેલી આ જાહેર સભામાં કચ્છના પ્રશ્ર્નો સહિત ઉદ્યોગોથી ઉભી થયેલી સમસ્યા મુદ્દે જીજ્ઞેશ મેવાણીએ ભાજપ સરકારને આડેહાથ લીધી હતી અને ઉદ્યોગો થકી કચ્છને નુકસાન થયું હોવાનો આક્ષેપ કર્યો હતો. જાહેર સભામાં મોટી સંખ્યામા લોકો ઉપસ્થિત રહ્યા હતા

અહીં મુન્દ્રા આવેલા જીજ્ઞેશ મેવાણી ની સભામાં કોગ્રેસના અનેક આગેવાનોએ ઉપસ્થિત રહીને તેમનું સન્માન કર્યુ હતુ કોગ્રેસના કિશોર ર્પિગોલ,સલીમ જત,કિશોરસિંહ પરમાર, ભરત પાતારિયા, કાન્તાબેન સોધમ, દામજી સોધમ,ભચુભાઈ ર્પિગોલ, મીઠુંભાઈ મહેશ્વરી સહિતના સ્થાનીક આગેવાનો જોડાયા હતા આ સભા માં જીજ્ઞેશ મેવાણીએ કચ્છની ભાતીગળ સંસ્કૃતિના વખાણ કરવા સાથે સ્થાનિક ઉદ્યોગો કચ્છ માટે કેન્સર સમાન છે અને કચ્છને તેના ભરડામાં લઇ રહ્યા છે તેવુ કહી ઉદ્યોગથી કચ્છમા વધેલી સમસ્યા અંગે પણ ચર્ચા કરી હતી. મુન્દ્રાની જાહેર સભામાં પોતાના ભાષણ દરમ્યાન માલધારીઓ ખેડૂતો .સ્થાનિક બેરોજગાર લોકો ના પ્રશ્નો દૂર કરવાની ખાતરી આપી હતી તો કચ્છ માં ખનીજ ચોરી, ચેરિયા ખનન, તેમજ અન્ય સમસ્યાઓનો ઉલ્લેખ કરી મુન્દ્રાની કોઇપણ સમસ્યા હોય મને યાદ કરજો હુ આવીશ તેવુ લોકોને વચન આપ્યુ હતુ કચ્છમા સંભવત તેનો બે દિવસનો પ્રવાસ છે અને આજે તે અદાણી એરપોર્ટ અંગેની લોક સુનાવણીમા પણ હાજર રહેવાના હતા. પરંતુ ત્યા હાજર ન રહેતા, તેમણે મુન્દ્રાની જનસભામાં ઉદ્યોગોના પર્યાવરણનો મુદ્દો ઉખેડયો હતો. આજે કચ્છ એકતા મંચને મજબુત કરવા બેઠકો સાથે અન્ય કાર્યક્રમમા પણ હાજરી આપશે કચ્છમા ટુંકા ગાળામાં જીજ્ઞેસની આ પાંચથી વધુ મુલાકાત છે તો કચ્છની વિવિધ સમસ્યા મુદ્દે આગામી કાર્યક્રમ અને વિરોધ માટેની રણનીતિ પણ તે બે દિવસીય કચ્છ મુલાકાત દરમ્યાન નક્કી કરશે.

(11:53 am IST)