Gujarati News

Gujarati News

News of Wednesday, 25th July 2018

સોમનાથ મંદિરમાં લોકગાયક કીર્તિદાન ગઢવીના પહેરવેશને લઇ વિવાદ:હાલ્ફ પેન્ટ પહેરીને મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા

સોશિયલ મીડિયામાં ફોટા વાઇરલ થતા ઉઠયા સવાલ :સોમનાથ મંદિરમાં આવા પહેરવેશ પર છે પ્રતિબંધ

 

ગીર સોમનાથ: લોકગાયક કિર્તીદાન ગઢવી ગુજરાત સહિત દુનિયાભરમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરે છે,પણ તેઓ સોમનાથ મંદિરમાં હાફ પેન્ટ પહેરીને પહોંચી ગયા હતા. જે તસવીર વાયરલ થતાં ભારે  વિવાદ થયો છે તેમણે ત્યાં હાફ પેન્ટમાં તેમણે મહાદેવની સ્તુતિ પણ લલકારી હતી. સોમનાથ મહાદેવ મંદિર હાઇ સિક્યુરિટી ઝોનમાં આવે છે અને ત્યાં આવા પહેરવેશ પર સજ્જડ પ્રતિબંધ છે.

 કિર્તીદાન સેલેબ્રીટી હાફ પેન્ટમાં ત્યાં પહોંચી જતાં લોકોમાં રોષ જોવા મળ્યો છે. સાથે જો ત્યાં હાજર સિક્યુરિટીના ધ્યાનમાં બાબત આવી હોય તો મંદિરની સુરક્ષા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

   એક તરફ પ્રથમ જ્યોતિર્લીંગ એવા સોમનાથ મહાદેવના દર્શને આવેલા કિર્તીદાન હાફ પેન્ટ પહેરી મંદિર પરીસરમાં ફરતા હોય તેવા ફોટા વાયરલ થયા છે. બીજી તરફ સોમનાથ મંદિરમાં પ્રકારના વસ્ત્રો પહેરવા પ્રતિબંધિત હોવા છતાં કિર્તિદાન ગઢવી કઈ રીતે હાફ પેન્ટ પહેરી મંદિરમાં પ્રવેશી ગયા તે અંગે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ તપાસ શરુ કરવામાં આવી છે.

   સોમનાથ મંદિરમાં જ્યાં પ્રકારના વસ્ત્રો સાથે નો એન્ટ્રી છે ત્યાં કિર્તીદાન ગઢવી હાફ પેન્ટમાં કેવી રીતે પહોંચ્યા? શું તેમણે કોઈ ગોઠવણ કરી હતી કે પછી ત્યાં હાજર સિક્યુરીટીએ તે બાબતને ધ્યાને લીધી નહીં? આવા અનેક સવાલો ઉઠ્યાં છે

(11:49 pm IST)