Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે કચ્છમાં અછત પાણી સમિતિની: બેઠક :પાણી ચોરીના દુષણને ડામવા સખ્ત કાર્યવાહીના આદેશ

ફ્લાઇંગ સ્કવો઼ડની રચના બાદ ગેરકાયદેસર પાણી કનેક્શનો દૂર કરવાની વિગતોજાહેર

રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે કચ્છમાં રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર ચેમ્બરમાં જિલ્લા અછત પાણી સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારમાં પ્રાંત અધિકારી અને પાણી પુરવઠા વિભાગની ટીમો દ્વારા ફ્લાઇંગ સ્કવો઼ડની રચના બાદ ગેરકાયદેસર પાણી કનેક્શનો દૂર કરવાની વિગતો અપાવા સાથે વિવિધ વિસ્તારોની ટીમોનેફિલ્ડ તપાસણીના જરૂરી નિર્દેશો અપાયા હતા.

  જિલ્લા કલેક્ટર દ્વારા નર્મદા પાઇપ લાઇનમાંથી પાણી ચોરીના દૂષણને દૂર કરવા જવાબદારો સામે સખત કાર્યવાહીના આદેશો બાદ તંત્ર દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં સુધીના પગલાં લેવામાં આવ્યા છે જે અંગે બેઠકમાં અપાયેલ વિગતો અનુસાર સામખીયારીથી લાકડીયા વિસ્તારની પાઇપલાઇનમાં ૩ ગેરકાયદેસર કનેક્શન ઉપરાંત ટીંડલવા થી પ્રાગપર પાઇપલાઇનમાંથી ૫ કનેક્શનો તેમજ બાદરગઢથી સઇ પાઇપલાઇનમાંથી ૪, પ્રાગપરથી ભીમાસરમાં ૬ અને સામખીયારીથી ચિત્રોડ પાઇપલાઇનમાં ૮ ગેરકાયદેસર કનેક્શનો દૂર કરી જવાબદારો સામે એફ.આઇ.આર. દાખલ કરાઇ હોવાનું જણાવાયું હ

(8:12 pm IST)