Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ધ્રોલમાં દે ધનાધન ૨ ઈંચ

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝાપટાથી ૧ ઈંચ વરસાદ પડયો

રાજકોટ, તા. ૨૫ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મેઘાવી માહોલ સાથે હળવો-ભારે વરસાદ પડી રહ્યો છે.

આજે જામનગર જીલ્લાના ધ્રોલમાં ૨ ઈંચ વરસાદ તૂટી પડતા રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા.જામનગર જીલ્લાના લાલપુરમાં ૧ ઈંચ ધ્રોલમાં ૨ ઈંચ વરસાદ પડયો છે. જ્યારે જૂનાગઢના વિસાવદરમાં ૧ ઈંચ વરસાદ પડયો છે.મોરબી જીલ્લાના વાંકાનેરમાં પોણા બે ઈંચ વરસાદ પડયો છે. જ્યારે મોરબીમાં અડધો ઈંચ વરસાદ પડયો છે.

ગીર સોમનાથ જીલ્લાના તાલાલામાં ૯ મી.મી., ગીર ગઢડામાં ૧૪ મી.મી. વરસાદ પડયો છે.અમરેલી જીલ્લાના ખાંભામાં ૫ મી.મી., ધારી ૩ અને સાવરકુંડલામાં ૧૦ મી.મી. વરસાદ પડયો છે. જ્યારે બોટાદ જીલ્લાના રાણપુરમાં ૧૦ મી.મી. વરસાદ પડયો છે.ભાવનગર જીલ્લાના ગારીયાધારમાં ૩ મી.મી., પાલીતાણા, ભાવનગર, શિહોરમાં ૧ તથા મહુવા ૪ મી.મી. વરસાદ પડયો છે.સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડીમાં ૩ મી.મી. વરસાદ પડયો છે.

(4:46 pm IST)