Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

જુનાગઢ જગન્નાથજીના રંગે રંગાવા ઉત્સુક અષાઢી બીજે શોભાયાત્રા :

હાટઙ્ગકેશ મંદિરે ૨ જુલાઇએ ભજન સંધ્યા : ૩જીએ વિષ્ણુયાગ યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો

જુનાગઢ તા ૨૫ : જુનાગઢ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીના રથયાત્રાની શરૂ થયેલી પરંપરા અંતર્ગત આ વર્ષે અષાઢી બીજ નીમીતે ૪, જુલાઇ ગુરૂવારે ૧૭મી જગન્નાથજી રથયાત્રા નગરમાં ફરશે.

 

જુનાગઢની રથયાત્રાના પ્રારંભ સમયે કરવામાં આવતી પહીંદ વીધી અતી પુણ્યશાળી માનવામાં આવે છે, જેમાં સાધુ, સંતો સાથે ભાવીકો ચાંદીની સાવરણીથી પહીંદ વીધીમાં જોડાઇ પુણ્ય કમાય છે.

જુનાગઢમાં અષાઢીબીજ નીમીતે યોજાનારી૧૭મી રથયાત્રાનું પ્રસ્થાન પૂર્વે તારીખ ર જુલાઇ ને મંગળવારે રાત્રે હાટકેશ મંદિરના પટાગણમાં યોજાનારા ભજન સંધ્યાના કાર્યક્રમમાં મુકુંદભાઇ સુચક, રાધાકૃષ્ણ ભકિત સંગીત ગૃપ દ્વારા  ભજન સંધ્યા યોજાશે, કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ તા. ૩ ના રોજ સવારે વિષ્ણુયાગ યજ્ઞ, રાત્રે સત્યનારાયણ ભગવાનની કથા અને અષાઢી બીજના દિવસે સવારે ભગવાન જગન્નાથજીનું શાહી સ્નાન યોજાશે, અને રથયાત્રાની પૂર્ણાહુતી બાદ તા.૪ ગુરૂવાર રાત્રે ૮.૦૦ વાગ્યે હાટકેશ પટાંગણમાં ભાવીકો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

અષાઢી બીજે બપોરે ૩.૦૦ વાગ્યે તા.૪ ના રોજ જગન્નાથજી મંદિરમાં બીરાજમાન જગન્નાથજી, બલભદ્ર અને સુભદ્રા દેવીજી રથમાં બેસી નગર ચર્યાએ નીકળશે.આ રથયાત્રા મંદિરથી નીકળી શહેરના રાજમાર્ગો ઉપર ફરશે. રથયાત્રાના રથનું  દોરડુ ખેંચવાનો લ્હાવો ભાગ્યશાળીને મળે.

આ રથયાત્રામાં મહામંડલેશ્વર વીશ્વંભર ભારતી મહારાજ, મહંત શેરનાથજી બાપુ, ઇન્દ્રભારતી મહારાજ, ગણપતગીરી મહારાજ, મહંત લાલજીબાપુ, મહંત મેઘાનંદજીબાપુ, મહંત વિજયગીરીબાપુ, રામદાસબાપુ, શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપદાસજી બાપુ તથા મોટા પીરબાવા તનસુખગીરીબાપુ સાથે મેયર આદ્યશકિતબેન મજમુદાર, ડે. મેયર ગીરીશભાઇ કોટેચા, સૉસદ રાજેશભાઇ ચુડાસમા, ધારાસભ્ય ભીખાભાઇ જોષી, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ, સંજયભાઇ  કોરડીયા, અરવિંદભાઇ સોની સહિતના શ્રેષ્ઠીજનો ઉપસ્થિત રહેશે.

આ મહોત્સવને સફળ બનાવવા જગન્નાથજી રથયાત્રા સમિતીના પ્રમુખ મોટા પીરબાવા મહંત તનસુખગીરીબાપુ, ઉપપ્રમુખ જનકભાઇ પુરોહીત, મહામંત્રી મનસુખભાઇ વાજા, પી.ટી. પરમાર, નવનીતભાઇ શાહ, વિજયભાઇ કિકાણી, વિરેનભાઇ શાહ, રાજેન્દ્ર ચુડાસમા જહેમત ઉઠાવી રહયા છે.

આ જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા નો ધર્મ લાભ લેવા તમામ ધર્મ પ્રેમી લોકોને પ્રમુખશ્રી મોટા પીરબાવા તનસુખગીરીજી બાપુએ અનુરોધ કરેલ છે.

(1:23 pm IST)