Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

મુખ્ય ચૂંટણી અધિકારી સંજયપ્રસાદ જુનાગઢમાં : કોર્પોરેશનની ચૂંટણી સંદર્ભે સમીક્ષા બેઠક

જુનાગઢ તા ૨૫ :  જુનાગઢ મનપાની સામાન્ય ચુંટણી અંગેની તૈયારીઓ સંદર્ભમાં આજે બપોરે સમીક્ષા બેઠક યોજાઇ હતી.

જુનાગઢ કોર્પોરેશન સામાન્ય ચુંટણી ગઇકાલે જાહેર થતા ચુંટણી પંચ દ્વારા મનપાની ચુંટણી અંગેની તૈયારીઓને અંતિમ ઓપ આપવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે આજે બપોરે જુનાગઢમાં કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં રાજયના મુખ્ય ચુંટણી અધિકારી સંજય પ્રસાદ અને તેની ટીમ ઉપસ્થિત રહીને મહાનગરપાલીકાની ચુંટણીની તૈયારીઓ અંગે સમીક્ષા કરી હતી.

આ મીટીંગમાં કલેકટર ડો. સોૈરભ પારધી, મ્યુ. કમિશ્નર તુષાર સુમેરા, મનપાની ચુંટણી કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ ઉપરાંત ઇન્ચાર્જ એસ.પી. રવિ તેજાની, વાસમ શેટ્ટી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(1:22 pm IST)