Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ર૧ જુલાઇએ જુનાગઢ મનપાની ચુંટણી માટે ર.૩૮ લાખ મતદારો કરશે મતદાન

ચુંટણી જાહેર થતાની સાથે જ આચાર સંહિતા લાગુ ૧પ વોર્ડની ૬૦ બેઠકમાં ૩૭ અનામત, ર૩ સીટ સામાન્ય

જુનાગઢ તા.રપ : આગામી મનપાની ચુંટણી જાહેર થતા આદર્શ આચાર સંહિતા લાગુ થઇ ગઇ છે. ર૧ જુલાઇએ ર.૩૮ લાખ મતદારો ૬૦ કોર્પોરેટરો માટે મતદાન કરશે.

વર્ષ ર૦૦રમાં અસ્તિત્વમાં આવેલ જુનાગઢ મહાનગરપાલિકાની ચોથી સામાન્ય ચુંટણી ગઇકાલે જાહેર થતાની સામે જ રાજકીય ઉતેજના વધી ગઇ છે.

રાજય ચુંટણી પંચ દ્વારા જુનાગઢ કોર્પોરેશનની ચુંટણીનું જાહેરનામું ૧ લી જુલાઇના રોજ પ્રસિધ્ધ કરાશે.

જયારે ઉમેદવારી  પત્ર રજુ કરવાની અંતિમ તા.૬ જુલાઇ ઉમેદવારી પત્રો ચકાસણીની તા.૮ જુલાઇ રાખવામાં આવેલ છે.

ઉમેદવારો તેમના ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તા.૯ જુલાઇ છે. તા.ર૧ જુલાઇના રોજ સવારે ૮ થી સાંજના પ સુધી મતદાન થશે. અને મત ગણતરી ર૩ જુલાઇના રોજ રાખવામાં આવી છે.

જુનાગઢ મનપાની ચુંટણી માટે ર,૩૮,૦ર૪ મતદારો ઇવીએમ મારફતે મતદાન કરી  શકશે. શહેરના કુલ ૧પ વોર્ડની ૬૦ બેઠક છે. જેમાં  ૩૭ બેઠક અનામત અને ર૩ સીટ સામાન્ય છે.

આ વખતની ચુંટણીમાં મતદારે ૪ મત આપવાના રહેશે. ચંુટણી જાહેર થતા શહેરમાં નવા વિકાસ કામોને બ્રેક લાગી ગઇ છે.

જુનાગઢના વોર્ડ નં.૧૧માં સૌથી વધુ ર૦,૬૪૯ મતદારો અને વોર્ડ નં.૪માં સૌથી ઓછા ૧૦પ૩૦ મતદારો છે.

ર૦૧૪થી મનપામાં ભાજપનું શાસન છે. જેમાં ૧૬ કોંગ્રેસના અને ૪૪ ભાજપના કોર્પોરેટર છે.

વર્ષ ર૦૧૪ની ચુંટણીમાં જુનાગઢમાં કુલ ર૦ વોર્ડ છતા જયારે ર૧ જુલાઇ ર૦૧૯ના યોજાનારી ચુંટણીમાં ૧પ વોર્ડ રહેશે. પરંતુ કોર્પોરેટરોની સંખ્યા ૬૦ યથાવત  રહી છે.

નવુ વોર્ડ સીમાંકન અને પ૦ ટકા સ્ત્રી અનામતને લઇ મહિલા ઉમેદવારની પસંદગી મુખ્ય રાજકીય  પક્ષો ભાજપ અને કોંગ્રેસ માટે મુશ્કેલ બની રહી શકે છે.

(1:21 pm IST)