Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ધોરાજીમાં ગેસ પાઇપ લાઇન નાખવાની કામગીરીથી લોકોને હેરાનગતિઃ કદડો પણ ચેક ડેમમાં નખાય છે!

ધોરાજી તા. રપ :. ધોરાજી રાજય સરકાર દ્વારા લોકોની સુખાકારીમાં કરોડોના ખર્ચ ગેસની પાઇપ લાઇન નાખવાનું કામ ચાલુ છે પણ જે કામગીરી સાવ ગોકળ ગાયની ગતિએ ચાલે છે વળી રોડ પર માટીના ઢગલાઓ અને મનફાવે તેમ મશીનરીઓ રાખે છે જેથી રોડ પર સ્કુલોના વિદ્યાર્થીઓ વાહન ધારકો સહિતનાઓને અગવડતા પડે છે અને રોજ થોડા સમયે રોડ પર ટ્રાફીક જામ થઇ જાય છે.

આ ટ્રાફીકમાં વૃધ્ધો, બાળકો મહીલાઓ ટ્રાફીકમાં હેરાનગતી થાય છે અને જેતપુર રોડના વેપારીઓને પણ મસમોટા કામગીરી વગર મોટી મોટી મશીનરીઓ નડે છે.

આ ગેસ લાઇનની કામગીરીથી નીકળતો માટીનો કદડો ટેન્કરો દ્વારા ધોરાજીના સફુરા નદીના કોરા ચેક ડેમમાં ટેન્કર મારફત ઠલવાય છે. આ કેમીકલ વાળો કદડો ચેક ડેમમાં ટેન્કરો મોઢે કદડો ઠલવાય છે. એક તરફ ચેક ડેમ બુરાતા જાય છે. અને કોઇ ડેમ ઉડા ઉતારવાનું નામ લેતું નથી સફાળ થતી નથી તો બીજી બાજુ ગેસ લાઇન નાખવા વાળા પ્રાઇવેટ ટેન્કરો મારફત ડેમમાં ટેન્કરો મોઢે કડદો નાખે છે. જો આવુ જ ચાલશે તો આ કેમીકલ વાળો કદડો વરસાદ બાદ જમીન-મારફત તળમાં ઉતરે અને કુવા ડંકી અને બોરના પાણી પીવા લાયક રહે નહી આ અંગે તંત્ર દ્વારા પગલા લેવા જોઇએ.

(1:17 pm IST)