Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

જુનાગઢ અને જિલ્લાના ૪૭૨ સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ

ગોધરા ખાતે થયેલા હુમલાના વિરોધમાં આક્રોશ

જુનાગઢ તા.૨૫: આજે સવારથી જૂનાગઢ શહેર અને જિલ્લાના ૪૭૨ સસ્તા અનાજના દુકાનદારો હડતાળ પર હોય કાર્ડધારકો મુસ્કેલીમાં મુકાઇ ગયા છે.

ગોધરા ખાતે સસ્તા અનાજના દુકાનદારો ઉપર એક ગ્રાહકે હુમલો કરીને ઇજા પહોંચાડી હતી. આ બનાવના વિરોધમાં અને સસ્તા અનાજના દુકાનદારોની સુરક્ષાના મુદ્દે આજે રાજયવ્યાપી હડતાળનું એલાન આપવામાં આવ્યુ છે.

આ એલાન મુજબ ગઇકાલે જુનાગઢ ખાતે કલેકટર શ્રી ડો.સૌરભ પારઘીને ગુજરાત રાજય ફેર પ્રાઇઝ શોપ્સ એસો.ના ઉપ પ્રમુખ રાજુભાઇ નંદવાણીની આગેવાનીમાં મુખ્યમંત્રીશ્રીને સંબોધી આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. અને કનેકટીવીટી તેમજ સર્વર મુદ્દે ઘટતુ કરવા અને દુકાનદારોની સલામતી જળવાય રહે તે માટે યોગ્ય કરવાની રજૂઆત કરી હતી.

દરમ્યાનમાં આજે સવારથી સોરઠના ૪૭૨ જેટલા સસ્તા અનાજના દુકાનદારો રાજયવ્યાપી હડતાળના એલાનમાં જોડાઇને આક્રોશ વ્યકત કર્યો છે.

(12:33 pm IST)