Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

કાલાવડના વૃદ્ધે બિમારીથી ત્રાસી ફાંસો ખાધો

જામનગર તા.રપ : કાલાવડ ગામે રહેતા મેહુલભાઇ નાથાભાઇ ઉનાગરએ કાલાવડ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે. નાથાભાઇ જીવરાજભાઇ ઉનાગર, ઉ.૭પ રે.એસ.બી.આઇ. ની પાછળ પરીત શેરી કાલાવડવાળાને ડાયાબીટીશ અને બી.પી.ની બિમારી હોય જેથી કંટાળી જઇ પોતાના ઘરે પોતાના હાથે ગળાં ફાસો ખાઇ જતા મરણ ગયેલ છે.

બે મોટર સાયકલ  અથડાતા મોત

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જેન્તીભાઇ બચુભાઇ દેગામાએ ફરીયાદ નોંધાવી છે. રીનારી ગામના પાટીયે મોટરસાયકલ નં. જી.જે.૧૦ આર ૩પ૮૪ નો ચાલકએ ફરીયાદી જેન્તીભાઇના મોટાભાઇ બટુકભાઇ બચુભાઇ દેગામાના મોટરસાયકલ નં.જી.૦૬ બી.આર. ૬૩૦ર સાથે સામેથી એકસીડન્ટ કરી ઇજાઓ કરી મોત નિપજાવી ગુનો કરેલ છે.

મોટાવડાળાના પાટીયા પાસે ઇંગ્લીશ દારૂ ઝડપાયાો

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કોન્સ્. વિજયસિંહ પ્રવિણસિંહ જાડેજાએફરીયાદ નોધાવી છે. કે ના મોટાવડાળાના પાટીયા પાસે રમેશભાઇ પરસોતમભાઇ મારકણા રે.જાંબુડા ગામવાળા બોટલ નંગ પ૪ કિંમત રૂ.ર૭,૦૦૦ તથા હ્યુડાઇ કંપનીની વર્ના ગાડી નં. જી.જે. ૧૧ એસ ૪ર૪૬, કિંમત રૂ. ૧,૦૦,૦૦ મળી કિંમત રૂ. ૧,ર૭,૦૦૦ ના દારૂના મુદામાલ સાથે ઝડપાઇ ગયેલ છે.

(11:46 am IST)