Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ચોટીલા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપના પ્રમુખપદના ઉમેદવાર સામે એસ્ટ્રોસીટી : ચકચાર

ચોટીલા તા. ૨પઃ ૨૦ મીએ પ્રમુખ ઉપ પ્રમુખ ની યોજાયેલ ચૂંટણીમાં સભ્યોની આંતરીક ખેચતાણમાં નાણાકિય લેણદેણ ને લઈને પોલીસની હાજરીમાં બોલેલી બઘડાટી સાથે ભાજપ પાસે થી કોગ્રેસે આચકી લીધા બાદ બે દિવસ પછી ભાજપનાં પ્રમુખનાં દાવેદાર જીવણભાઇ નાગજીભાઈ મકવાણા સામે એટ્રોસીટી એકટ સહિતની પોલીસ ફરીયાદ દાખલ થતા ચકચાર મચેલ છે.

ભાજપનાં સિમ્બોલ ઉપર ચૂટાયેલ મુળ અરવલ્લી જીલ્લાના હાલ ગોલીડા ગામે રહેતા ફરીયાદી બળવંતભાઇ મંગળાભાઇ ખરાડી એ પોલીસમાં જણાવ્યા મુજબ તાલુકા પંચાયતની ચૂટણીમાં આરોપી જીવણભાઇ મકવાણા ભાજપનાં પ્રમુખનાં ઉમેદવાર હોય અને પોતે પણ ભાજપનાં સદસ્ય હોય પરંતુ કોગ્રેસ તરફી મતદાન કરવા માંગતા હોય જેનું મનદુઃખ રાખી આરોપી બળજબરી થી ભાજપમાં મતદાન કરાવવા બોલાચાલી કરી અપમાનિત કરી આદિવાસી તુ ભાજપમાં મતદાન ના કરે તો તા. પં બહાર નિકળ તારા ટાટીયા ભાંગી નાખવા પડશે જો આવુ નહિ કરે તો ગમે ત્યારે ગમે તે જગ્યાએ જાન થી મારી નાખવો પડશે તેમ કહી ધબ્બા મારતા સાહેદ જેતુબેન અને રેખાબેન વચ્ચે પડતા તેઓને પણ માર મારી ગુનો કરતા ફરીયાદ નોંધાવાઈ છે.

ચોટીલા પોલીસે આરોપી વિરુદ્ઘ મારામારી એટ્રોસીટી અને જાન થી મારી નાખવાની ધમકીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

અંત્રે ઉલ્લેખનીય છે કે તાલુકા પંચાયતની ચૂટણીમાં સ્થાનિક રાજકારણની નિમ્ન કક્ષા ખુલ્લેઆમ જાહેરમાં ઉભરી આવેલ અને મતદાન માટે થયેલ  વ્યવહારને પાછો લેવા માટે શિસ્તબંધ પાર્ટીનાં આગેવાનોનાં વરવા સ્વરૂપને લોકોએ નિહાળતા ચોટીલા તાલુકામાં કઇ કક્ષાનું રાજકારણ છે તેની ખબર પડેલ હતી  હાલ ભાજપ આગેવાન સામે થયેલ ફરીયાદને લઈને રાજકીય માહોલ ગરમાય ગયેલ છે ત્યારે બંને રાજકીય પક્ષનાં સદસ્યો એ વ્હિપ ની વિરુદ્ઘમાં કરેલ મતદાનની સામે પાર્ટીમાં કેવા પગલા લેવાય છે તે તરફ સૌની મીટ છે.(૨૩.૯)

 

(12:47 pm IST)