Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ખાનગી શાળાને ટક્કર મારે તેવું સંસ્કાર સાથે શિક્ષણ આપતી તાતીવેલાની સરકારી પ્રા. શાળા

પ્રભાસ પાટણમાં પ્રેવેશોત્સવ નિમીતે ૧૬ બાળકોએ રાજય કક્ષાએ સ્પોર્ટ સ્કુલમાં એડમીશન મળવ્યુ

પ્રભાસપાટણ તા ૨૫ : ઘટાદાર વૃક્ષોના છાયામાં ઘેરાયેલ તાતીવેલાની સરકારી પ્રા. શાળામાં પ્રવેશતાજ ચહેરા પર તાજગી આવી જાય છે. રીશેષના  સમયમાં ઉછળકુદ કરતા બાળકો સાથે શિક્ષકો એવા હળીમળી ગયા છે કે, શાળાને સંસ્કારનું મંદિર બનાવી દીધું છે.શિક્ષણકાર્ય માં કોઇ બાંધછોડ વગર નબળા બાળકોને શિક્ષકો દ્વારા જુદા તારવી અન્ય બાળકોની હરોળમાં લાવી અંહીના શિક્ષકો શિક્ષણકક્ષ શરૂ કરે છે.

૧૦૬ કુમાર અને ૧૫૪ કન્યા એમ કુલ ૩૩૦ બાળકો ૧૯૫૬ થી કાર્યરત ધોરણ ૧ થી ૮ ની આ શાળામાં અભ્યાસ કરે છે.તેમ જણાવી શાળાના યુવાન આચાર્યશ્રી રમેશ રામ કહે છે. અમારી શાળાનાં તમામ શિક્ષકો સમર્પીત ભાવથી બાળકોને વહાલથી શિક્ષણના પાઠ ભણાવે છે. આચાર્ય  એમ.એ.બી.એઙ છ ધોરણ ૬ થી ૮ ના શિક્ષક દર્શાબેન તન્ના અને બાળક કનકસ્િંહ બી.એસ.સી.બી.એઙ છે. જે બાળકોને ગણીત વિજ્ઞાનના પાઠ ભણાવે છે. જોષી રશ્મીબેન એમ.કોમ. બી.એડ છે. તો સ્નેહાબેન ગોહીલ શાળા સમયબાદ શાળાની વિદ્યાર્થીનીઓ સાથે ગામની દીકરીઓને સેેલ્ફ ડિફેન્સ માટે તાલીમબધ્ધ કરે છે.

તાતીવેલા શાળાના વિદ્યાર્થીઓ ગણીત-વિજ્ઞાન પ્રદર્શન હોય રમત-ગમત હોય કોઇ રીતે પાછા પડતા નથી. શિક્ષકોના મજબુત સપોર્ટ સાથે યોગ્ય માર્ગદર્શન થકી આજે આ શાળાના ૧૬ બાળકોએ રાજય સ્તરે ઉજળો દેખાવ કરી કાર્યરત સ્પોર્ટસ સ્કુલમાં એડમીશન લીધુ છે. જમને રહેવા-જમવા તથા બાળકે ેપસંદ કરેલી રમતમાં ખાસ કોચીંગની સવલત મળે છે.

શિક્ષણકાર્ય સાથે શાળાના શિક્ષકો દ્વારા વ્યસન મુકિતને પણ વિશેષ મહત્વ આપવામાં આવે છે. ગ્રમજનો વ્યસનમુકિત માટે ખાસ પ્રેરણા આપી વ્યસનમુકત બનાવાઇ છે અને ગ્રામજનો શિક્ષકોની આ બાબતને વિશેષ પ્રાધાન્ય પણ આપી રહ્યા છે. શાળાના ગ્રામજનો પાસેથી મળતી દાનની રકમમાંથી ગરીબ ઘરના લોકોને બીમારી વખતે સારવાર માટે આર્થિક સહયોગ પણ આપવામાં આવે છે. શાળામાં રાષ્ટીય પર્વોની ઉજવણી સાથે દરેક મહત્વના પ્રસંગો બાળકો વાલીગણને સાથે લઇ ઉજવણી કરવામાં આવે છે.શાળા અને શિક્ષણ સાથે, ગ્રામજનો ને જોડીને શાળાએ શિક્ષકો દ્વારા આદર્શ શાળા બનાવાઇ છે. (૩.૧)

(12:13 pm IST)