Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

જામજોધપુર માર્કેટીંગ યાર્ડની પાછળ જાહેરમાં જુગાર રમતા ૧૧૭પ૦/ ના મુદામાલ સાથે ઝડપાયા

જામનગર-જામજોધપુર, તા.૨પઃ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રદીપ સેજુળ સાહેબ જામનગરનાઓએ પ્રોહી/ જુગારની પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના આપેલ હોય તેમજ ના.પોઅધિ.સા.એચ.પી.દોશી સાહેબના માર્ગદર્શન સુચના મુજબ પ્રોહી/જુગાર અંગેની પ્રવૃતિ સદંતર બંધ કરાવવા માટે જામનોધપુર પો.સ્ટે.ના ઇન્ચાર્જ પો.ઇન્સ શ્રી જે.ડી. પરમાર સા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ વી.ડી. રાવલીયાનાઓને ખાનગીરાહે હકીકત મળેલ કે ટાઉન બીટ વિસ્તારના માર્કેટિંગ યાર્ડની પાછળની દીવાલ પાસે જાહેરમાં અમુક ઇસમો ગોળ કુંડાળુ વળી ગંજીપતાના પાના વડે તીન પતી રોન પોલીસ નામનો જુગાર રમી પૈસાની હારજીત કરે છે. જેથી સ્ટાફના માણસો સાથે ઉપરોકત જગ્યાએ રેઇડ કરતા ત્યાંથી રોકડા રૂપીયા ૧૧૭પ૦/ તથા ગંજીપતાના પાના નંગ-પર કિં.રૂ.૦૦ મળી કુલ ૧૧૭પ૦/ ના મુદામાલ સાથે (૧) જીવણાભાઇ રાયદેભાઇ ભણસુર જાતે ગઢવી ઉ.વ.પ૩ ધંધો.મજુર રહે. સોમનાથ સોસાયટી જામજોધપુર (૨) ખેરાજ માણસુરભાઇ મુન જાતે-ગઢવી ઉ.વ.૪૪, ધંધો-મજુરી રહે.ગાયત્રીનગર જામજોધપુરવાળો (૩) હરિશભાઇ રામજીભાઇ ગોહિલ જાતે-ખવાસ ઉ.વ.પ૨, ધંધો-મજુરી રહે.બજરંગવાળી, ગિંગણી રોડ જામજોધપુરવાળો (૪) બાબુભાઇ મેયાભાઇ વકાતર જાતે-ભરવાડ ઉ.વ.૩૬, ધંધો-મજુરી રહે.જુની આંબરડી જામનોધપુરવાળો (પ) કોમલકુમાર ચંદ્રભાઇ નનેરા જાતે-સગર ઉ.વ.૩૧, ધંધો-મજુરી રહે.રસિક માર્કેટ પાસે જામજોધપૂરવાળો (૬) કિશોરભાઇ વિઠલભાઇ કાંજિયા જાતે પટેલ ઉ.વ.૪પ, ધંધો-ખેતી રહે. કડિવારના નાકા પાસે જામજોધપુરવાળા તમામ વિરૂધ્ધ પો.કોન્સ.પ્રણવભાઇ ખીમાભાઇ વશરાની ફરીયાદ આધારે આઇ.સી.પો.ઇન્સ.જે.ડી. પરમારએ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આ કાર્યવાહીમાં જામજોધપુર પોલીસ સ્ટેશનના આઇ.સી.પો.ઇન્સ.જે.ડી.પરમાર સાહેબ તથા એ.એસ.આઇ. વી.ડી. રાવલીયા તથા પો.કોન્સ પ્રણવભાઇ ખીમાભાઇ વસરા તથા પો.કોન્સ. હિરેનભાઇ માંડાભાઇ ગાગીયા તથા રાજવીર જગદીશભાઇ પરમાર વિગેરેનાઓએ કરેલ છે.

(12:10 pm IST)