Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

રાપરમાં બોગસ ખેત તલાવડી પ્રકરણમાં જળ સંચયના આસી.ડાય.રાજેન્દ્ર હરગોવિંદ યોગીની ધરપકડ

ભુજ તા.રપ : રાપર તાલુકામાં બોગસ ખેત તલાવડી બનાવીને કાગળ ઉપર જ રૂપીયા ચાંઉ કરી જવાના પ્રકરણમાં એસીબીએ સપાટો બોલાવીને લાંચીયા, ભ્રષ્ટ સરકારી કર્મીઓને પકડવાનું શરૂ કર્યું છે.

હાલે સસ્પેન્ડ કરાયેલા જળ સંચયના આસી.ડાયરેકટર રાજેન્દ્ર હરગોવિંદ યોગીની એસીબીએ ધરપકડ કરી છે આ પ્રકરમાં હજી એક સરકારી કર્મચારી ફરાર છે હવે ેતેની ધરપકડની કાર્યવાહી એસીબી દ્વારા હાથ ધરાશે.(૬.૬)

(12:02 pm IST)