-
ટીવી સીરિયલની કઇ અભિનેત્રી સૌથી વધુ ફી વસૂલે છે ? access_time 10:10 am IST
-
અમેરિકામાં એકજ દિવસમાં 1500થી વધુ ફ્લાઈટ્સ રદ થઇ હોવાની માહિતી access_time 6:39 pm IST
-
૧૨ વર્ષની થતા જ છોકરીઓનું લિંગ બદલાઇ જાય છે : બની જાય છે છોકરા access_time 10:01 am IST
-
હવે ‘દયાબેન'ના રોલ માટે એક્ટ્રેસ રાખી વિજનના નામની ચર્ચા access_time 11:45 am IST
-
ચીનના આ ઘાતક હથિયારને જોઈને ઉડી દુનિયાની ઊંઘ access_time 6:52 pm IST
-
દુનિયાની સૌથી લાંબુ નામ ધરાવતી છોકરી, બોલવામાં છૂટી જશે પરસેવો : બર્થ સર્ટિફિકેટ ૨ ફુટનું છે! access_time 9:59 am IST
-
જો હું આજે સિંગલ છું તેનું કારણ છે અજય દેવગન access_time 10:55 am IST
ગોંડલ તાલુકા સેવાસદનમાં આધારકાર્ડ કામગીરી છેલ્લા ત્રણ માસથી બંધ
આધાર કાર્ડ કઢાવવા માંગતા લોકોને પારાવાર મુશ્કેલી : કોંગ્રેસે સરકારી તંત્રને આડે હાથે લઇ ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરી:

ગોંડલ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્ન લોકોને દેખાડવામાં આવી રહ્યા છે ત્યારે પ્રાથમિક જરૂરિયાત સમા આધાર કાર્ડ ની કામગીરી ગોંડલ તાલુકા સેવાસદનમાં છેલ્લા ત્રણ માસથી બંધ હોય લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય શહેર કોંગ્રેસ દ્વારા સરકારી તંત્રને આડે હાથ લઈ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડીય એ જણાવ્યું હતું કે શહેર ઉપરાંત તાલુકામાંથી મોટાભાગના લોકો આધાર કાર્ડ કઢાવવા માટે તાલુકા સેવાસદનમાં આવતા હોય છે પરંતુ છેલ્લા ત્રણ માસથી તાલુકા સેવાસદનમાં આધાર કાર્ડ કાર્યવાહી બંધ કરી દેવામાં આવી હોય મામલતદાર નકુમને આ અંગે ટેલિફોનિક પૂછવામાં આવતા તેઓ દ્વારા પણ ત્રણ મહિનાથી કામગીરી બંધ હોવાનું જણાવાયું હતું .
કામગીરી બંધ થવાને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય શહેર કોંગ્રેસ દ્વારા આ અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે આગામી દિવસોમાં તાકીદે તાલુકા સેવાસદનમાં આધારકાર્ડ કાર્યવાહી શરૂ થાય તે અંગે ડેપ્યુટી કલેક્ટર , કલેક્ટર અને રાજ્ય સરકારને આવેદનપત્ર આપવામાં આવનાર છે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ડિજિટલ ઇન્ડિયા ની ગુલબાંગો મુકવામાં આવી રહી છે ત્યારે શહેર તાલુકામાં ત્રણ ત્રણ મહિનાથી આધાર કાર્ડ પણ લોકોને મળી રહ્યા નથી ખૂબ દુઃખ ની વાત કહેવાય તેવું કોંગ્રેસ દ્વારા જણાવાયુ હતું.