Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

ઠેબા ચોકડી પાસેના ખુનના ગુનામાં આરોપીઓ ઈશ્વરસિંહ જાડેજા અને વિરભદ્રસિંહ જાડેજાને પકડી પાડતી LCB

જામનગર એલસીબીની કાર્યવાહીઃ ડમ્પરના ડ્રાઈવરોની અદલા- બદલીના મામલે ગિરીરાજસિંહ જાડેજા અને યુવરાજસિંહ જાડેજા સાથે મનદુઃખ ચાલતું હતું: યુવરાજસિંહને મોતને ઘાટ ઉતારી આરોપીઓ નાસી ગયા હતા

(મુકુંદ બદીયાણી) જામનગરઃ ફરીયાદી ગીરીરાજસિંહ મહોબતસિંહ જાડેજા તથા યુવરાજસિંહ મહોબતસિંહ જાડેજા સાથે આરોપીઓ ઇશ્વરસિંહ સતુભા જાડેજા અને વિરભદ્રસિંહ ઉર્ફે જયપાલસિંહ સતુભા જાડેજાને અવાર નવાર એકબીજાના ડમ્પરના ડ્રાઇવરોની અદલા બદલી બાબતે મનદુુ:ખ ચાલતુ હોય,તેમજ સાહેદ પ્રદિપસિંહ સોઢાનુ એકાદ વર્ષ પહેલા પાકીટ આરોપી ઇશ્વરસિંહ જાડેજાના માણસએ લઇ લીધેલ હોય,જે બાબતે  પ્રદિપસિંહ સોઢા સાથે ઇશ્વરસિંહ જાડેજાને મન દુુ:ખ ચાલતા ધમકી આપેલ હતી.

ગત તા.૨૩/૦૫/૨૦૨૧ ના જામનગર કાલાવડ રોડ ઉપર ઠેબા ચોકડી પાસે ગોકુલ વે બ્રીજ પાસે ફરીયાદી ગીરીરાજસિંહ જાડેજા તેમના ભાઇ યુવરાજસિંહ જાડેજા હાજર હતા ,આ દરમ્યાન આરોપી ઇશ્વરસિંહ સતુભા જાડેજા પોતાના કબજાની સ્વીફટ કાર નંબર જીજે.૧૦.ડીએ.૦૦૫૬ લઇ આવી ખુરશી ઉપર બેઠેલ યુવરાજસિંહ જાડેજા સાથે સ્વીફટ કાર અથડાવી ગળાના ભાગે છરીનો ઘા મારી તથા આરોપી વિરભદ્રસિંહ જાડેજા એ ફરીયાદી તથા સાહેદને સાથે ઝપાઝપી કરી,આરોપીઓએ યુવરાજસિંહ મહોબતસિંહ જાડેજા ખૂન કરી નાશી ગયેલ હતા. જેઓ વિરૂધ્ધ જામનગર પંચ બી ડીવી. પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.ન.૧૧૨૦૨૦૪૬૨૧૦૪૬૯/૨૦૨૧ ઇપીકો કલમ-૩૦૨, ૩૦૭, ૧૨૦(બી), ૫૦૬(ર) તથા જી.પી.એકટ-૧૩૫(૧) થી ગુન્હો નોંધાયેલ હતો.

આ ખુનનો બનાવ બનતા ત્વરીત આરોપીઓ પકડી પાડવા માટે જામનગરના પોલીસવડા શ્રી દીપન ભદ્રન નાઓની સુચના મુજબ જીલ્લામાં નાકાબંધી કરાવવામાં આવેલ હતી,અને મદદનીશ પોલીસ અસધક્ષક શ્રી નિતેશ પાંડેય તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી કુણાલ દેસાઇના માર્ગદર્શન મુજબ આ ગુન્હાના આરોપીઓને પકડી પાડવા માટે એલ.સી.બી. ના પો.ઇન્સ.શ્રી કે.જી.ચૌધરી નાઓને સુચના કરતા તેઓએ એલ.સી.બી. પો.સબ ઇન્સ શ્રી કે.કે.ગોહિલ તથા શ્રી બી.એમ.દેવમુરારી નાઓની અલગ અલગ ટીમો આરોપીઓ પકડી પાડવા માટે કાર્યરત કરવામાં આવેલ હતી.

દરમ્યાન એલ.સી.બી.ના અજયસિંહ ઝાલા તથા યોગરાજસિંહ રાણા ને હકિકત મળેલ કે, ગુનાના આરોપીઓ પડધરી હાઇવે રોડ તરફથી ધ્રોલ તરફ એન્ડેવર કાર નંબર જીજે.૩.સીઆર.૪૪૪૦મા આવી રહેલ છે જે આધારે ધ્રોલ રાજકોટ હાઇવે રોડ ઉપર સણોસરા પાટીયા પાસે વોચમા હતા. દરમ્યાન હકિકતવાળી એન્ડેવર કાર આવતા પો.સ.ઇ.શ્રી કે.કે.ગોહીલ તેમજ શ્રી બી.એમ.દેવમુરારી નાઓએ તેમજ સ્ટાફએ હકિકતવાળી કારને કોર્ડન કરી આરોપીઓ ઇશ્વરસિંહ સતુભા જાડેજા,  વિરભદ્રસિંહ ઉફે જયપાલસિંહ સતુભા જાડેજા (રહે.બન્નેનીમષલનગર,જામનગર મુળ ગામ દોઢીયા તા.જી જામનગર) નાઓ પકડી પાડી મજકુર બન્ને ઇસમો તેમજ તેમના હસ્તકના મોબાઇલ ફોન તેમજ ફોર વ્હીલ કાર હસ્તગત કરી પો.સબ ઇન્સશ્રી કે.કે.ગોહિલ નાઓએ કાયદેસર કાર્યવાહી થવા માટે પંચ બી ડીવી પો.સ્ટે.ને સોપી આપેલ છે.

આરોપી ઇશ્વરસિંહ સતુભા જાડેજા વિરૂધ્ધ  અગાઉ મારામારી,રાયોટીંગ,જુગાર વિગેરેના ૭ ગુના નોધાયેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્સ.શ્રી કે.જી.ચૌધરી નાઓની સુચનાથી પો.સ.ઇ.શ્રી કે.કે.ગોહીલ તથા શ્રી બી.એમ.દેવમુરારી, શ્રી આર.બી.ગોજીયા,એલ.સી.બી. સ્ ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, અશ્વિનભાઇ ગંધા, હરપાલસિંહ સોઢા, ભગીરથસિંહ સરવૈયા, ભરતભાઇ પટેલ, યશપાલસિંહ જાડેજા, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, દિલીપભાઇ તલવાડીયા, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા ફીરોજભાઇ દલ, હીરેનભાઇ વરણવા, રઘુભા પરમાર, ધાનાભાઇ મોરી નિર્મળસિંહ જાડેજા, પ્રતાપભાઇ ખાચર, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, ભારતીબેન ડાંગર,એ.બી.જાડેજા તથા ધમેન્દ્રસિંહ જાડેજા વિગેરે  દ્વારા કરવામા આવેલ છે.

(4:00 pm IST)