Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

જામનગરના પૂર્વ ડેપ્યુટી મેયર અને જૈન સમાજના અગ્રણી ભરતભાઇ મહેતાનું અવસાન

રાજકોટમાં સારવાર માટે ગયા અને હૃદયરોગનો હુમલો આવી ગયો

જામનગરઃ જામનગર મહાનગર પાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર અને જૈન સમાજના અગ્રણી ભરતભાઈ મહેતાનું હૃદયરોગના હુમલાથી રાજકોટ ખાતે અવસાન થયું છે. ભરતભાઈ મહેતાના નિધનથી જામનગર ભાજપ પરિવાર અને જૈન સમાજ શોકની લાગણી ફેલાઈ છે.

મહાનગરપાલિકાના પૂર્વ ડે. મેયર, પૂર્વ શાસક પક્ષના નેતા અને જૈન સમાજ અગ્રણી ભરતભાઈ મહેતાએ હૃદયરોગની બીમારીમાં રાજકોટ ખાતે ૫૦ વર્ષની વયે અંતિમ શ્વાસ લેતા પરિવારમાં શોક છવાયો છે. તેઓ પગની બીમારીને પગલે દર બે દિવસે ડ્રેસિંગ સહિતની સારવાર કરાવવા જામનગરથી રાજકોટ આવતા હતા. અને સારવાર અર્થે રાજકોટ ગયા હતા. જયાં હાર્ટ એટેક આવી જતા તેઓનું અવસાન થયું છે.તેઓના પાર્થિવ દેહને રાજકોટથી જામનગર ખાતે લાવવવામાં આવી રહ્યા છે.

ભરતભાઇ છેલ્લા ૨૫ વર્ષથી ભાજપના સક્રિય કાર્યકર તરીકે યશસ્વી કામગીરી બજાવતા હતા અને ૧૦ વર્ષ સુધી જામનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર તરીકે પણ સેવા આપી હતી. આ ઉપરાંત ડે. મેયર અને શાસક પક્ષના નેતાના પદ ઉપર રહીને જામનગરને વિકાસનો પંથ આપવા યશસ્વી કામગીરી બજાવી છે.

ભરતભાઈ કોરોનાને મ્હાત આપી સાજા થયા હતા અગાઉ ભરતભાઈ મહેતાની તબિયત નાદુરસ્ત રહેતા તેઓ લઈ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝીટીવ આવતા તેમણે સારવાર લીધી હતી. ત્યારબાદ જોમ અને જુસ્સા સાથે કોરોનાને હરાવ્યો હતો. જયારે હૃદયરોગની બીમારી સામેં ભરતભાઇનો જીવન દીપ બુજાયો છે,નિષ્ઠાવાન આગેવાનના અવસાનથી જામનગર ભાજપ પરિવાર અને જૈન સમાજને મોટી ખોટ પડી છે.

(11:54 am IST)