Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

જુનાગઢમાં બાબા બાલકનાથજીની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા વિધી

જુનાગઢ  : ગીરનાર તળેટી ભવનાથ રૂપાયતન રોડ ખાતે ગંગા આશ્રમમાં મહંત કમલગીરી બાપુની નિશ્રામાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા , હોમહવન અને ગીરનાર મંડળના સંતોની હાજરીમાં મુર્તિપ્રતિષ્ઠા અને હોમ હવન અને ભંડારો યોજાયો હતો. જે સંતની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા કરાય હતી તે બાબા બાલકનાથ નું મુળ જુનાગઢ નિવાસી હતા અને ગીરનાર ક્ષેત્રના  આરાધ્ય દેવ ગુરૂ દતાત્રેય ભગવાનના શિષ્ય હતા, તેમણે છેલ્લે હિમાચલ પ્રદેશ ખાતે એક ગુફામાં રહેતા હતા અને ધૈર્યનો પ્રચાર કરતા હતા. તેમનો સેવકગણ પણ મોટો છે.પંજાબ, હરીયાણા, હિમાચલ પ્રદેશ ખાતે તેમના મોટા મંદિરો આવેલા છે, અને હજારો શ્રધ્ધાળુઓ બાબા બાલકનાથને પોતાના ગુરૂ તરીકે માને છે અને તેમની પુજા કરે છે. ભવનાથ ખાતે યોજાયેલા આ ધર્મોત્સવમાં ગીરનારમંડળના વરિષ્ઠ સંતોમાં પૂ. ઇન્દ્રગીરીબાપુ, તનસુખગીરીબાપુ, બુધ્ધગીરીબાપુ, ગંગાગીરીબાપુ, સહિતના સંતો અને પંજાબ, હરીયાણા, હીમાચલ પ્રદેશ થી પધારેલા સેવક ગણની વિશાળ હાજરીમાં યોજાયો હતો. (અહેવાલ વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા, જુનાગઢ)

(1:19 pm IST)