Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

શહેરમાં મોરબી જીલ્લો ૮૪.૧૧% સાથે રાજયમાં ત્રીજા ક્રમે

મોરબી, તા.૨૫: રાજયના શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ-૧૨ના સામાન્ય પ્રવાહના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે.જેમાં મોરબી જીલ્લો ૮૪.૧૧% પરિણામ સાથે સમગ્ર રાજયમાં ત્રીજા ક્રમે રહ્યો છે તો ૫૩૮૭ પરિક્ષાર્થીઓ માંથી માત્ર ૧૦ વિદ્યાર્થી જ A1 ગ્રેડ મેળવી ચુકયા છે. મોરબી જીલ્લાનું ઉત્કૃષ્ટ પરિણામ આવતા વિદ્યાર્થીઓ અને વાલીમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.તો શાળા તથા પરિવારજનો ધોરણ-૧૨ના પરિણામને લઈને ઉત્સાહી જોવા મળી રહ્યા છે.

(11:37 am IST)