Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

ઉપલેટામાં અનોખી રીતે ભાજપનો ભવ્ય વિજય ઉત્સવ મનાવાયો

ઉપલેટા શહેરમાં આજરોજ ભાજપનો ભવ્ય વિજય એક અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો ઉપલેટામાં આવેલ સાંઈબાબા મંદિર ખાતે ભાજપના કાર્યકર્તા સુરેશભાઈ કેસુભાઈ સોજીત્રા તથા તેમના ભાઈ ચંપકભાઈ કેશુભાઈ સોજીત્રા તેમજ કામધેનું ગૌ સેવા સમિતિના સભ્યો સુરેશભાઈ ડાંગર, ચીમનભાઈ લુહાર તથા કામધેનું ગ્રુપના વિગેરે સભ્યો દ્વારા સાંઈ બાબાના મંદિરે ભગવા રંગના કપડા પહેરી શ્રીફળ વધેરી ફટાકડા ફોડી સાંઈ મંદિરે આવેલ દર્શનાર્થીઓને પ્રસાદી આપી ભાજપના ભવ્ય વિજયની ઉજવણી કરવામા આવી હતી અને ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમા ભારત દેશ ખૂબ પ્રગતિ કરે દરેક ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે અને ભારતનું નામ સમગ્ર દુનિયાની અંદર રોશન થાય એવી મનોકામના કરવામાં આવી હતી.(તસ્વીર.અહેવાલઃ કૃષ્ણકાંત ચોટાઇ,ભરત દોશી.ઉપલેટા)

(10:30 am IST)
  • ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા સંબિત પાત્રા ઓડીશાની જગન્નાથપુરીની બેઠક ઉપર નવીન પટનાયકના બીજેડી પક્ષના પિનાકી મિશ્રા સામે ૧૧૦૦૦ મતથી હારી ગયા છે access_time 4:02 pm IST

  • એનડીએના નેતા તરીકે નરેન્દ્રભાઈ મોદીની નિયુકિત : ૩૫૩ સાંસદોના સમર્થનથી મોદી નેતાપદે ચૂંટાયા access_time 6:24 pm IST

  • લોકસભાની ચૂંટણીના પરિણામો પછી પશ્ચિમ બંગાળમાં સતત હિંસા ચાલુ : તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચેની અથડામણોમાં ૧નું મોત : ૩૦ ઘાયલ થયા access_time 10:19 pm IST