Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

જામનગરમાં રાત્રે દલિત કાર્યકરની અટકાયત બાદ ટોળા અેકઠા થયા પોલીસે દ્વારા લાઠી ચાર્જ : અેસ.પી. સહિતના પોલીસ અધિકારીઓ સ્‍થળ પર દોડી ગયા : કોમ્‍બીગ હાથ ધર્યુ

જામનગર  : જામનગર રંગતમી નદીના સફાઇના મુદ્દે અેક દલીત યુવાન દ્વારા આત્‍મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસે તેની અટકાયત કર્યા પછી મામલો બીચકયો હતો અને મોડી સાંજે નાગનાથ ગેઇટ સર્કલ વિસ્‍તારમાં ટોળેટોળા ઉમટી પડયા હતા સૌ પ્રથમ ચક્કાજામ કરી દીધો હતો અને દુકાનો બંધ કરાવી હતી. આ સમયે પોલીસ પાર્ટી આવી પહોંચતા ટોળાઅે પોલીસના વાહનો પર પથ્‍થરમારો કરી દીધો હતો જે ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠી ચાર્જ કરવો પડયો હતો ભારે નાશભાગ પછી જિલ્‍લા પોલીસ વડા સહિતનો વિશાળ કાફલો ઉતરી પડ્યો છે અને કોમ્‍બીંગ હાથ ધરી પથ્‍થરમારો કરનારાઓને પકડવા માટે મોટા પાયે કોમ્‍બીંગ હાથ ધર્યુ છે.

આ બનાવની હકીકત અેવી છે કે જામનગરમાં રંગમતી નાગમતી નદીની સફાઇ ખુબ જ ધીમી ગતિઅે થતી હોવાના આક્ષેપ સાથે જામનગરના દલીત કાર્યકર દેવશીભાઇ ધુલીયાઅે આત્‍મ અટકાયત કરી લેવામાં આવી હતગી જેને લઇને બનાવના સ્‍થળે હાજર રહેલા કેટલાક ટોળામાં ઉશ્‍કેરાટ જેવો માહોલ જોવા મળ્યો હતો ત્‍યાર પછી મોડી સાંજે નાગનાથ ગેઇટ સર્કલમાં મહિલાઓ સહિતના ટોળે ટોળા માર્ગ પર ઉતરી આવ્‍યા હતા અને ટાયરો ગોઠવી દઇ ચક્કાજામ સર્જી દીધા હતા આસપાસની દુકાનો પણ ટોળાને ટપોટપો બંધ કરાવી દીધી હતી. અને માર્ગ પર બેસી ગયા હતા.

આ સમયે ટ્રાફિક અવરોધાયાના અહેવાલને લઇને પોલીસ કાફલો તાબડતોબ નાગનાથ ગેઇટ સર્કલ પાસે પહોંચ્‍યો હતો પોલીસની જુદીજુદી છ થી સાત ગાડીઓ ઘટના સ્‍થળે પહોંચી જે દરમિયાન ટોળાને પોલીસ પાર્ટી પર પથ્‍થરમારો કરી દીધો હતો જેના કારણે પાંચેક જેટલા પોલીસના વાહનોના કાચ તૂટી ગયા હતા જેથી પોલીસ ટુકડી હરકતમાં આવી ગઇ હતી અને પોલીસ દ્વારા ટોળાને વિખેરવા માટે લાઠી ચાર્જ શરૂ કરી દેવાયો હતો. જેના કારણે ભારે નાશભાગ મચી ગઇ હતી અને ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ટોળા દ્વારા કરાયેલા પથ્‍થરમારામા અેકાદ બે રીક્ષાના કાચ તૂટયછા છે ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના સાઇન બોર્ડ વગેરેમાં પણ તોડફોડ કરી દેવાઇ હતી. આ ઘટનાને લઇને ફાયરબ્રિગેડ, ૧૦૮ની ટીમ સહિતની અન્‍ય અેજન્‍સીઓને પણ ઘટના સ્‍થળે દોડાવી દીધી હી.

બનાવની ગંભીરતાને જોઇને ખુદ જિલ્‍લા પોલીસ વડા પ્રદીપ સેજુળ મોટી પોલીસ ટુકડીને લઇને સૌ પ્રથમ નાગનાથ ગેઇટ સર્કલે પહોંચ્‍યા હતા ત્‍યાર પછી મહેશ્‍વરી વાસ, મેઘવાર વાસ, ભીમ વાસ, સહિતના અનેક વિસ્‍તારોમાં મોટા પાયે કોમ્‍બીંગ હાથ ધર્યુ છે. અને પોલીસ પાર્ટી પર પથ્‍થરમારો કરનારા તેમજ તોડફોડ અને હંગામો મચાવનારા શખ્‍સોને પકડી પાડવા માટે કોમબીંગ હાથ ધરાયુ છે. આ ઘટના અંગે પોલીસ પાર્ટી પર હુમલા તોડફોડ સહિતનો ગુન્‍હો નોંધવા માટેની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે નાગનાથ ગેઇટ સર્કલ તેમજ આસપાસના વિસ્‍તારોમાં ભયનો માહોલ સર્જાયો છે. પોલીસ દ્વારા તોફાની તત્‍વોને રાઉન્‍ડ અપ કરવા માટેની કાર્યવાહી હાથ ધરાઇ છે. કેટાલક શખ્‍સોની અટકાયત પણ કરી લેવાય છે.

(9:37 pm IST)
  • ચોમાસાનાં શુભ-સમાચાર : ચોમાસું દક્ષિણ આંદામાનમાં બેસી ગયું : હવે ટૂંક સમયમાં જ કેરળની વાટ પકડશે : ત્યાંથી કોંકણ માર્ગે થઈને મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં પ્રવેશશે access_time 4:51 pm IST

  • સુપ્રીમ કોર્ટમાં તામિલનાડુના તુતીકોરીનમાં સ્ટરલાઇટ વિરુદ્ધ રેલી દરમિયાન પ્રદર્શનકારીઓને મોત મામલે કોર્ટની દેખરેખ હેઠળ સીબીઆઈ તપાસની માંગ :વકીલ જીએસ મણીએ જનહિત અરજી દાખલ કરી :અરજીમાં તુતીકોરીન જિલ્લાધીશ,પોલીસ અધિક્ષક,અને અન્ય પોલીસ અધિકારીઓ વિરુદ્ધ હત્યાના આરોપ ઘડવા અનુરોધ કર્યો છે :આગામી સપ્તાહે સુનાવણી access_time 1:04 am IST

  • ઓરિસ્સાના રાજ્યપાલ બન્યા હરિયાણાના પૂર્વ મંત્રી પ્રો,ગણેશીલાલ :વર્ષ 2007થી 2010 સુધી પાર્ટીએ તેઓને ઝારખંડના સહપ્રભારી બનાવ્યા હતા "વર્ષ 2014માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ચુત્નેય કમિટીમાં મહત્વનું સ્થાન હતું ;ચૂંટણી ઢંઢેરા સમિતિ અને સ્ક્રીનિંગ કમિટીના ચેરમેન બનાવાયા હતા access_time 1:18 am IST