Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

અમરેલીમાં ૩ દુકાનમાં તસ્કરો ત્રાટકયાઃ ર લાખની ચોરી

અમરેલી તા.રપ : શહેરમાં ભરચક વિસ્તારમાંગણાતા નાના બસસ્ટેશન ચોક પાસે આવેલ દેનાબેંકના બીજા માળે બે દુકાન તથા ટાઉન હોલ પાસે એક દુકાન તોડી રૂ.ર લાખ ચોરી કરી.

આ બનાવની વધુ વિગતમાં અમરેલી શહેરમાં મધ્યમાં આવેલ ભરચક વિસ્તારમાં દેનાબેંકના બીજા માળે આવેલ ઝેરોક્ષણની દુકાનના દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કરી ગલ્લામાં રાખેલ રૂ.૧પ૦૦૦ તથા બાજુમાં આવેલ વલ્લભદાસ દલાલની દુકાનના શટરના તાળા તોડી ઉચુ કરી અંદર પ્રવેશી તીજોરીના લોક તોડી અંદર રાખેલ  રોકડ રૂ.૮૦૦૦ હજારની ચોરી કરી તથા ત્રીજા બનાવ ટાઉન હોલ પાછળ આવેલ એક ઇલેકટ્રીકની દુેકાનના શટરના તાળા તોડી ઉંચા કરી ગલ્લામાં રાખેલ રોકડ રકમ રૂ.૭૦૦૦ હજારની ચોરી આ બારામાં પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર દોડી ગઇ હતી.

(3:53 pm IST)