Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

લાખીયાણીમાં રામદેવપીર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠામહોત્સવ

સતપુરૂષની સાબિતી નહી પ્રતિતી હોયઃ નિર્મળ સ્વામી

ભાવનગર તા.૨૫: સત્ય નિતિ પ્રમાણિકતા વગરધર્મનું અનુશરણ થઇ શકે નહી અનુભવ શ્રૈષ્ઠજ્ઞાન છે. આ અમૃતવાણી લાખીયાણીમાં રામદેવપીર મંદિરના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સમઢીયાળા-૧ ''યોગીધામ''ના સંત નિર્મળ સ્વામીએ પીરસી હતી., હકડેઠઠ ધર્મસભાને સંબોધતા તેમણે કહયું કે સાધના માટે જાત નિરીક્ષણ કરવું મનુષ્ય સ્વયં દિવો બને સત્યના માર્ગથી વિચલીત થાય નહીં એ સાધુ તૃષ્ણા જીતવાથી વિજયપદ પામી શકાય તેમણે સંસ્કારની થતી જતી અદ્યોગતિ તેમજ મનુષ્યએ ગુમાવેલ સંવેદનશીલતા સંદર્ભે ચિંતા સેવી હતી. અને અધિપત્યની લડાઇમાં પૃથ્વીને સંહારક શસ્ત્રો વડે જીવસૃષ્ટિ રહિત બને ત્યારે ઘણું મોડું થઇ ચુકયુ હશે. નિર્મળ સ્વામીએ અંતમાં જણાવ્યું કે દ્રષ્ટિ પ્રત્યે નિષ્ઠા બને એ પ્રતિષ્ઠા બ્રહ્માના મુખ સમા, બ્રાહ્મણો જ મૂર્તિ માં પ્રાણ પુરી શકે અનેકાનેક ભકત જનોએ, વ્યાખ્યાનમાળા સામુહિક મહાપ્રસાદનો લાભ લીધો હતો.

(11:59 am IST)