Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

ધોરાજી-ઉપલેટામાં ૧૬,ર૦૦ લીટર લાઇટ ડીઝલ કબ્જે

સીતારામ ટ્રેડીંગ, જય દ્વારકાધીશ પેટ્રોલિયમ, શ્રી રામ પેટ્રોલિયમમાં દરોડા : ૧પ.ર૧ લાખનો મુદ્દાનમાલ કબ્જે

ઉપલેટા-ધોરાજી, તા. રપ : અહીંયા રાજકોટ જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તાના સીધા માર્ગદર્શન તળે પુરવઠા વિભાગ, પ્રાંત અધિકારી અને મામલતદારે ટીમ સાથે વિવિધ સ્થળોએ ગેરકાયદે રીતે લાઇટ ડીઝલના વેચાણ કરતા વેપારીઓને ત્યાં દરોડા પાડી ૧૬,ર૦૦ લીટરનો જથ્થો કબ્જે કર્યો હતો.

આ અંગે જાણવા મળ્યાનુસાર રાજકોટ જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તાની સીધી સુચના અને માર્ગદર્શનમાં જિલ્લા પુરવઠા અધિકારી વાય.પી. જોષી, ધોરાજી પ્રાંત અધિકારી તુષાર જોશી, એ.એમ. અને કિરીટસિંહ ઝાલાની ટીમ દ્વારા ગઇકાલે ધોરાજી અને ઉપલેટા તાલુકામાં ગેરકાયદેસર રીતે ચાલતા લાઇટ ડીઝલ ઓઇલના વેપારીઓને ત્યાં તપાસણી કરાતા ઉપલેટામાં શ્રી સીતારામ ટ્રેડીંગ કંપની ટોલ ટેક્ષ પાસે, ડુમીયાણી ખાતેથી ૩પ૦ લીટર કિંમત ર૦,૩૦૦, ઉપલેટા શ્રી જય દ્વારકાધીશ પેટ્રોલીયમ ઉપલેટા-પોરબંદર હાઇવે ગણોદ ચોકડી પાસેથી ૧૮૦૦ લીટર કિંમત ૧૦૮૦૦૦ અને ધોરાજીમાં શ્રી રામ પેટ્રોલીયમ ભુતવડ પાટીયા પાસે, જેતપુર રોડ ખાતેથી ૧૪૦પ૦ લીટર કિંમત ૮,૪૩૦૦૦/- ટેન્કર નં. જીજે-૦ર-એકસ-૧૧૧પ કિંમત પ,પ૦૦૦/- સહિત ત્રણેય સ્થળેથી ૧૬,ર૦૦ લીટર ડીઝલ સાથે કુલ રૂ. ૧પ,ર૧,૩૦૦નો મુદ્દામાલ કબ્જે કરી જથ્થો કયાંથી આવ્યો ? કોને-કોને વિતરણ કરવાનો હતો ? તે બાબતે પૂછતાછ સહિતની કાર્યવાહી આગળ ધપાવાઇ હતી. (૮. ૯)

 

(11:58 am IST)