Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

વડિયામા પોસ્ટ કર્મચારીઓના દેખાવો

વડીયાઃ ઓલ ઇન્ડિયા ગ્રામીણ ડાક સેવા એમ્પ્લોઝ યુનિયન તેમજ નેશનલ ગ્રામીણ ડાક સેવા એમ્પ્લોઝ યુનિયન તથા નવી દિલ્લી ના આદેશ થી અમરેલી જિલ્લાના વડિયા ડાક સેવા તા.૨૨થી અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતર્યા છે. અમરેલી પોસ્ટ ઓફીસ હેઠળ આવતી ગ્રામ્ય વિસ્તાર ની તમામ બ્રાન્ચ પોસ્ટ ઓફીસ ના કર્મચારી તા ૨૨ થી અચોક્કસ મુદ્દત ની હડતાલ ઉપર ઉતરી ગયા છે. જે તમામ કર્મચારી સાતમા પગાર પચની માગણી ની તેમજ આઠ કલાકની નોકરી આપવી વગેરે પ્રશ્નો સાથે તમામ જી.ડી.એસ.કર્મચારી હડતાલ ઉપર હોવાથી ગ્રામ્ય વિસ્તારોનો ટપાલ વ્યવહાર ઠપ્પ થઈ ગયોછે. અમરેલી જિલ્લામાં જે ડાક વિભાગો પ્રભાવિત થયો છે તે અમરેલી જિલ્લામા અમરેલી,બગસરા,વડિયા,સાવર કુંડલા,ધારી,લાઠી,સહિતના વિસ્તારોમાં કર્મચારીઓ હડતાલ ઉપર બેઠા છે અને આ કર્મચારીઓ દ્વારા સરકાર વિરુદ્ઘ હાય...હાય...ના નારા લાગ્યા છે. સરકાર દ્વારા માંગણીઓ ન સ્વીકારાય ત્યાંસુધી અચોક્કસ મુદ્દતની હળતાલ ઉપર અને ત્યાં સુધી કામગીરી થી અમો દૂર રહીશું અને જયા સુધી માંગણી ઓ મંજુર કરવામાં નહિ આવે ત્યાં સુધી અમારા યુનિયન ના આદેશ મુજબ કાયમ રહીશું. તેમ જણાવાયુ છે. (તસ્વીર જીતેશગીરી ગોસાઈ. વડિયા)

(11:58 am IST)