Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

જસદણના લીલાપુરની પટેલ પરીણીતાને દહેજ અંગે ત્રાસઃ સસરાએ નિર્લજ્જ હુમલો કર્યો!

પતિ અને સાસરીયા સામે ગુન્હો દાખલ કરવા સુમીતાબેન રામાણીની પોલીસમાં લેખીત ફરીયાદ

જસદણ,તા., રપઃ જસદણના લીલાપુરની પટેલ પરીણીતા સુમીતાબેન લલીતભાઇ રામાણીએ પતિ લલીત રામાણી, સસરા બટુક કલ્યાણભાઇ રામાણી, સાસુ વિનુબેન રામાણી તથા કાકાજી સસરા  પ્રવિણભાઇ કલ્યાણભાઇ રામાણી દહેજ અંગે ત્રાસ ગુજારતા હોવાની અને સસરાએ નિર્લજ્જ હુમલો કર્યાની જસદણના પીઆઇને લેખીત ફરીયાદ  કરેલ છે.

ફરીયાદમાં જણાવ્યા મુજબ  અમો ફરીયાદીના અઢી વર્ષ પુર્વે લગ્ન થયા હતા. લગ્ન બાદ પતિ અને સાસરીયા તારા માવતરે તને કરીયાવર આપેલ નથી તેવા મેણાટોણા મારી મારકુટ અને ત્રાસ ગુજારતા હતા. એટલુ જ નહિ મારા સસરા તથા કાકાજી સસરા અમો ફરીયાદી પર ખરાબ નજર કરતા હતા અને આ અંગે મારા પતિને કહેતા તેઓ કહેતા કે આવું તો ચાલ્યા કરે તેમ કહી અમો ફરીયાદીને મારકુટ કરતા હતા. 

ગત તા.ર૧ના રોજ અમો ફરીયાદી અમારા રૂમમાં સુતા હતા ત્યારે ઘરમાં મારા પતિ, સસરા તથા કાકાજી સસરા દારૂ પીતા હતા. ત્યાર બાદ સસરા મારા રૂમમાં આવી નિર્લજ્જ હુમલો કરતા અમો ફરીયાદીએ દેકારો કરતા મારા સસરા તથા પતિ અને કાકાજી સસરાએ માર માર્યો હતો. ત્યાર બાદ બીજે દિવસે સવારે હું મારા પુત્રને લઇ પિયરે આવી ગઇ હતી.

દહેજ અંગે ત્રાસ આપનાર પતિ અને સાસરીયા તથા નિર્લજ્જ હુમલો કરનાર સસરા સામે ગુન્હો દાખલ કરવા અંતમાં પરીણીતા સુમીતાબેન રામાણીએ માંગણી કરી છે.

(11:57 am IST)