Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

ગારીયાધાર ન.પા. ની વિધાનીક સમિતીઓ બનાવવા સામાન્ય સભા બોલાવવાની માંગણી

નવા અને ચાલુ કામો ના નાણાં ન ચુકવવાની માંગ

ગારીયાધાર તા ૨૫ ન.પા. ના વિરોધપક્ષના સદસ્યો દ્વારા ગુજરાત ન. પા. ના અધિનીયમ મુજબ નગરપાલીકાની કામગીરીઓ માટે સમીતીઓનું ગઠબંધન કરી સમીતીઓની રચના કરવાની હોય છે, પરંતુ ન. પા. ખાતે આવી કોઇ સમીતીની રચના થઇ નથી સમીતીની રચના વગર કામો થઇ શકે નહીં

તેમજ ચાર માસ જેટલો સમય થવા છતાં આજ દિન સુધી સામાન્ય સભાની બેઠક બોલાવાય નથી તેમજ સામાન્ય સભા બોલાવવા તજવીજ પણ હાથ ધરાઇ નથી ન.પા. પ્રમુખ તમામ કામો પર સર્વે સતા  હોય તેવું છે. સદસ્યોની કોઇ મંંજુરી લેવામાં આવતી નથી  અને સદસ્યો ના વોર્ર્ડમાં કામગીરી થતી ન હોવાની રાવો કરવામાં આવી હતી.

જયારે જયાં સુધી સમિતિની રચના ન થાય ત્યાં સુધી નવા કામો અને ચાલુ કામોના નાણા ન ચુકવવાની માંગણી તેમણે ન.પા. ખાત ેલેખીતમાં કરવામાં આવી હતી વળી આ બાબતે ચિફ ઓફીસરનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેમની સાથે વાતચીત થઇ ન હતી.

(11:51 am IST)