Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

જુનાગઢના મજેવડીમાં ખારા વોકળા ઉપરનો ચેકડેમ કાપ રહિત થતા વરસાદી પાણી સંગ્રહ વધશઁ

જુનાગઢ, તા.૨૫:ચોમાસાની ઋતુના વરસાદી નીરનાં ટીપે-ટીપાને સંગ્રહીત કરી ભુગર્ભ જળસ્ત્રાવને સજીવન કરવા સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત અનેક જગ્યાએ કામો થઇ રહ્યા છે. લોકો અને સ્વયંસેવી સંસ્થાઓ પણ હોંશે–હોંશે જળસંચય અભિયાનમાં લોકભાગીદારી નોંધાવી રહ્યા છે, જૂનાગઢનું સિમાડીયુ ગામ મજેવડી જળસંચય કામમાં જોડાય અને ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં રહે તો જળસંગ્રહથી ભુગર્ભની જળસ્તર ક્ષમતામાં બદલાવ અવશ્ય આવે આવી વાત વાત ગામનાં કિસાન સિંચાઇ સહકારી મંડળી મજેવડીનાં અધ્યક્ષ રાજેશભાઇ રૈયાભાઇ ઢોલરીયાએ જણાવી ઉમેર્યુ હતુ કે મજેવડીની બાજુમાં આવેલ ખારા વોકળામાં અગાઉના વર્ષો દરમ્યાન નિર્મિત ચેકડેમમાં વર્ષોથી વરસાદી નીર સાથે ખેંચાઇ આવતી માટીથી ચેકડેમની પાણી ભરાવાની ક્ષમતા ઓછી થઇ હતી. ત્યાં જ રાજય સરકારશ્રીએ પરમાત્માના નજરાણા સમા વરસાદી પાણીને સંચીત કરી ભુગર્ભની જળસપાટીને ઊંચી લાવવા જળસંચય અભિયાનની કામગીરી સુજલામ સુફલામ જળસંચય અભિયાન દ્વારા આરંભી અને આ જનઆંદોલનમાં અમારૂ ગામ મજેવડી પણ સહભાગી બન્યુ છે. આજે ચેકડેમ-૧ અને વીયર-૧ આમ બે કામો દ્વારા દ્યણી મોટી માત્રામાં માટી અને કાપ દુર થતાં હવે જળસ્તરમાં લાભદાયી પરિણામ હાંસલ કરી શકાશે.

(11:48 am IST)