Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

માળીયામિંયાણાના મોટા દહીંસરામાં ૪૦ જેટલા વાડામાં ભીષણ આગ :ખેડુતોનો સમાન- ઘાસચારો બળીને ખાખ

ખરાવાડમાં ૪૦ વાડાઓમાં પશુનો ઘાસચારો તેમજ ખેડુતોની પાણીની લાઈન ગાડા સહીતનો માલસામાન બળી ગયો

માળીયામિંયાણાના મોટા દહીંસરા ગામે છેવાડે આવેલા વાડાઓમાં આગ અચાનક ભીષણ આગ ફાટી નિકળતા પશુઓ માટે રાખેલ ઘાસચારો બળીને ખાખ થઇ ગયો છે ખરાવાડના વાડાઓમાં અચાનક કોઈ કારણોસર આગ લાગી જતા આગના બનાવમાં ૩૫ થી ૪૦ જેટલા વાડાઓ બળીને ખાખ થઈ ગયા હતા જેમા ખેડુતોના સિંચાઈ સાધનો પશુઓનો ઘાસચારો બળીને ભસ્મીભૂત થઈ ગયો હતો આગની જાણ ફાયરની ટીમને કરવામાં આવતા ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો

  આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વાડાઓમાં રાખેલ જુનવાણી યાદગાર ગાડાઓ તેમજ પશુનો ઘાસચારો ખેડુતોની પાઈપલાઈન સહીતની જરૂરી ચીજવસ્તુઓ બળીને રાખ થઈ ગઈ હતી

(8:59 pm IST)