Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

સિકકાની ચોરીનો ૪ વર્ષથી ફરાર દેવીપૂજક શખ્‍શ મૃતક જાહેર

જામનગર તા. રપઃ મેઘપર (પડાણા) પોસ્‍ટે પાર્ટ એ કલમ-૪પ૪, ૪પ૭, ૩૮૦ મુજબના કામેના લાલશાહીથી દર્શાવેલ ૪ વર્ષથી નાસતા ફરતા આરોપી મહેશભાઇ કિશોરભાઇ મકવાણા દેવીપુજક રહે. સિકકા પાટીયા વાળાની તપાસ કરતા મજકુર આરોપી મરણ ગયેલ હોવાનું જાણવા મળતા આરોપીના મરણ અંગેના જરૂરી કાગળો મેળવી ઘટતી કાર્યવાહી માટે મેઘપર (પડાણા) પો. સ્‍ટે. તરફ મોકલી આપેલ છે.

પો. સબ ઇન્‍સ. આર. એચ. બાર પો. હેડ કોન્‍સ. જીતેન્‍દ્રસિંહ મહીપતસિંહ જાડેજા તથા અર્જુનસિંહ રામદેવસિંહ જાડેજા તથા પો. કોન્‍સ. દિલીપસિંહ હરૂભા જાડેજા તથા વિજયભાઇ ડાયાભાઇ કારેણા તથા લાલજીભાઇ ગોબરભાઇ રાતડીયા વિગેરેનાઓ દ્વારા કરવામાં આવેલ છે.

(12:02 pm IST)