Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

મોરબીની સિવિલ હોસ્‍પિટલની મતદાન જાગૃતિ માટે અનોખી પહેલ

મોરબી તા. ૨૫ :  આગામી તારીખ ૭ મેં ના રોજ મોરબી સહિત રાજ્‍યભરના વિવિધ જિલ્લાઓમાં લોકસભાનું મતદાન થવાનું છે. ત્‍યારે મતદાન અંગે લોકોમાં જાગળતિ આવે અને ૧૦૦ ટકા મતદાન થાય તે માટે મોરબીની સીવીલ હોસ્‍પિટલમાં પણ મતદાન જાગળતિના આ અભિયાનમાં જોડાયા છે.

 મોરબીની સીવીલ હોસ્‍પિટલ ઙ્કસાશન દ્વારા મતદાન જાગળતિ માટે અનોખી પહેલ હાથ ધરી છે. જે અંતર્ગત સીવીલ હોસ્‍પિટલમાં આવતા તમામ દર્દીનારાયણ માં મતદાન માટે જાગળતિ આવે તેવા હેતુથી તમામ કેશ પેપર પર રાષ્‍ટ્રીય હિત માટે સો ટકા મતદાન અંગેનો સંદેશો આપતો સિક્કો ‘મોરબી કરશે મહાદાન'  મારવામાં આવી રહ્યો છે અને દર્દી ઓને મતદાન કરવા અપીલ કરવામાં આવી રહી છે. આમ મોરબીની સીવીલ હોસ્‍પિટલ પ્રસાશન ૧૦૦ ટકા મતદાન થાય તે માટે તંત્રના અભિયાનમાં સાથ સહકાર આપી લોકોમાં જાગળતિ ફેલાવી રહ્યા છે.

(11:18 am IST)