Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

ધ્રોલના જાયવામાં ન્‍હાવા જતા ૩૦ વર્ષનો યુવક ઢળી પડયો : હૃદયરોગના હુમલાથી મૃત્‍યુ

ધારાસભ્‍ય મેઘજીભાઇ ચાવડા સહિતના હોસ્‍પિટલે દોડી ગયા : કડીયા સમાજમાં અરેરાટી : મૃતકનાં માતાનું ૧ મહિના પહેલા મૃત્‍યુ થયુ'તુ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૨૫: ધ્રોલ તાલુકાના જાયવા ગામે યુવાનને હૃદય રોગનો હુમલો આવતા ધ્રોલ સરકારી હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડ્‍યા ફરજ પરના ડોક્‍ટર મોત થયાનુ જાહેર કર્યુ છે. જાયવાનો આશાસ્‍પદ યુવાન વિનોદભાઈ કલ્‍યાણજીભાઈ કાશીયાણી (ઉ.૩૦)  હૃદય રોગનો હુમલાથી મોત થયું પરિવારમાં અરેરાટી ગઈ કાલે બપોરના સમય દરમિયાન ન્‍હાવા જતા અચાનક ચક્કર આવતા પડી જતા બે ભાન થતા ધ્રોલના સરકારી હોસ્‍પિટલ સારવાર માટે લઈ જવાયા હતા ત્‍યા ના ફરજ પરના તબીબે તેઓને મળત ઘોષિક કર્યા હતા.

જાયવા ગામે મળતક યૂવાન અને તેમના પિતા રહેતા હતા મળતક ના બે ભાઈ ધંધાર્થે મુંબઈ રહે છે જ્‍યારે બે બહેનો સાસરે છે. મળતક યુવાનના માતાનું લગભગ એક માસ પહેલા જ અવસાન થયુ  હોવાની પ્રાથમિક વિગત મળી હતી આ બનાવ લઈ ધ્રોલ સરકારી હોસ્‍પિટલ ખાતે ઘારાસભ્‍ય મેધજીભાઈ ચાવડા, જાયવા ગામના પૂર્વ સંરપચ ફિરોજભાઈ સહિતના ગામના લોકો હોસ્‍પીટલ પહોચ્‍યા હતા. ધ્રોલ પોલીસે નિવેદન નોંધી મળતક યુવાને પી.એમ કરી આગળની તપાસ હાથ ઘરી છે.(

(11:16 am IST)