Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

મોરબી-કચ્‍છ બેઠકની ચૂંટણી પાર પાડવા તંત્રમાં વરતાતો ધમધમાટ : ઓબ્‍ઝર્વરો દ્વારા અધિકારીઓ સાથે સમીક્ષા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૫ : જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્‍ટર અમિત અરોરાના અધ્‍યક્ષસ્‍થાને કચ્‍છ જિલ્લામાં લોકસભા ચૂંટણીને લઈને જનરલ, ખર્ચ અને પોલીસ ઓબ્‍ઝર્વર સાથે બેઠક કલેક્‍ટર કચેરી ખાતે યોજાઈ હતી.ᅠ

આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અમિત અરોરાએ ઓબ્‍ઝર્વર અધિકારીઓને પ્રેઝન્‍ટેશન દ્વારા કચ્‍છ મોરબી લોકસભા બેઠકની ચૂંટણી અંતર્ગત કરવામાં આવેલી તમામ તૈયારીઓ વિશે વિગતવાર માહિતી આપી હતી.

 આ બેઠકમાં જનરલ ઓબ્‍ઝર્વર અમર કુશવ્‍હા અને બચનેશ કુમાર અગ્રવાલ, પોલીસ ઓબ્‍ઝર્વર સુનીલ કુમાર મીના તેમજ ખર્ચ ઓબ્‍ઝર્વર કે. અશોકકુમાર અને પ્રસન્ના પ્રમોદ દાતાર, નોડલ ઓફિસર એક્‍સપેન્‍ડીચર મોનિટરીંગ અને જિલ્લા વિકાસ અધિકારી એસ.કે. પ્રજાપતિ,ᅠ પヘમિ કચ્‍છ પોલીસ અધિક્ષક મહેન્‍દ્ર બગડીયા, પૂર્વ કચ્‍છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, નોડલ ઓફિસર મેનપાવર મેનેજમેન્‍ટ અને નિવાસી અધિક કલેક્‍ટર મિતેશ પંડ્‍યા, તાલીમી મદદનીશ કલેક્‍ટર ઈ. સુસ્‍મિતા, આદર્શ આચાર સંહિતા અધિકારી અનેᅠ જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી નિયામક નિકુંજ પરીખ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દેસાઈ, સર્વે મદદનીશ ચૂંટણી અધિકારીઓ સહિત વિવિધ નોડલ અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:03 am IST)