Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

ધોરાજી સ્વામિનારાયણ મંદિરનો ૩૪ મો પાટોત્સવ

 ધોરાજી : જૂના સ્વામીનારાયણ મંદિરના ૩૪મા પાટોત્સવ પ્રસંગે યોજાયેલ શ્રીમદ સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ જ્ઞાનયજ્ઞની પુર્ણાહુતી પ્રસંગે છેલ્લા દિવસે માનવ મહેરામણ ઉમટી પડયુ હતુ. મંદિરના મહંત સ્વામી પુરાણી મોહન પ્રસાદ સ્વામી અને યજમાન કિશોરભાઇ સવાણી પરિવારનું સંતો દ્વારા પુષ્પવૃષ્ટિ કરી સન્માન કરેલ હતુ. સ્વામીનારાયણ મંદિરનો ૩૪ મો પાટોત્સવ યોજાયેલ. શ્રીમદ સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ જ્ઞાનયજ્ઞની પુર્ણાહુતિ પ્રસંગે કંડારી ગુરૂકુલ અને વડતાલના મંદિરના મહંતશ્રી ઘનશ્યામ પ્રકાશદાસજીએ મંદિરનો શ્રીજી સ્વામી પુરાણી મોહનપ્રસાદ સ્વામી સંતોમાં સદગુરૂ સંત તરીકે ઓળખાય છે અને અમારા સંતોમાં તો બધા સંતોના સદગૂરૂ સંત છે. શિષ્યશાસ્ત્રી દર્શન વલ્લભભાઇ સ્વામી અને શા.શ્રીજી વલ્લભદાસજીએ પાંચ દિવસ કથામાં અનેક શ્રીજી મહારાજની લીલાઓ વર્ણવી હતી અને ધોરાજી - કૂરેણી અને જેતપુરમાં શ્રીજીમહારાજએ અનેક લીલાઓ કરી છે. અત્યારે પણ ધોરાજીમાં શ્રીજી મહારાજના દર્શન થાય છે. આ સમયે વિશાળ જનસમુદાયે છેલ્લા દિવસે ભાવવિભોર થઇ ગયા હતા. ઢોલેરાના સ્વામી રામકૃષ્ણદાસ સ્વામી-વેડરોડના શા.પ્રભુચરણ સ્વામી વગેરે સંતોએ પ્રાસંગીક  પ્રવચન કર્યા હતા. કથાની પુર્ણાહુતિ પ્રસંગે ધોરાજી મંદિરના સદગુરૂ સ્વામી પુરાણી મોહનપ્રસાદ સ્વામી, શા.ભકિતપ્રકાશદાસજી, બાલકૃષ્ણદાસજી સ્વામીનું ધામેધામના સંતો દ્વારા પુષ્પવૃષ્ટિ કરી સન્માન કરેલ હતુ તેમજ મુખ્ય યજમાન કિશોરભાઇ માવાણી, ભાવેશભાઇ માવાણી, વિમલભાઇ માવાણી વગેરેનું પણ પુષ્પવૃષ્ટિ કરી સન્માન કરેલ હતુ. આ તકે અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઇ રાઠોડ અને વલ્લભરાઠોડનું પુરાણી મોહનપ્રસાદ સ્વામીએ હાર પહેરાવી સન્માન કરેલ હતુ. પાંચ દિવસીય મહાજ્ઞાનયજ્ઞમાં હજારો ભકતો ઉમટી પડયા હતા અને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. સ્વામીનારાયણ મંદિરનો ૩૪મો પાટોત્સવ પ્રસંગે યોજાયેલ શ્રીમદ સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ જ્ઞાનયજ્ઞની જનમેદની વચ્ચે પુર્ણાહુતિ થઇ હતી. પાટોત્સવ ઉજવણીની તસ્વીરો.

(12:12 pm IST)