Gujarati News

Gujarati News

News of Wednesday, 25th April 2018

મોરબી જિલ્લામાં ટેકાના ભાવથી ખરીદ કરાયેલ મગફળીનું હજુ પેમેન્જ ચુકવાયુ નથી

મોરબી તા.રપઃ જીલ્લાના ખેડુતોને ટેકાના ભાવથી ખરીદેલી મગફળીનું પેમેન્ટ ન મળતા પરેશાની થઇ રહી છે આ બાબતે મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

રજુઆતમાં જણાવેલ છે કે માર્કેટીંગ યાર્ડમાં મગફળીના ટેકાના ભાવથી ખરીદી તા.૬-૩-૧૮ થી દિવસ-૪માં ખરીદી કરતા જેમાં કોઇ ખેડુતોને મગફળીનું પેમેન્ટ આજદિન સુધી મળેલ નથી અને અત્યારે તમામ નાના-મોટા ખેડુતોને ધિરાણની રકમ ચુકવવાની હોય ત્યારે ચારેબાજુથી ખેડુતો હેરાન પરેશાન થાય છે.

મગફળીના પૈસાનું કોઇ ઠેકાણું નથી કૃષીમંત્રી જાહેરાત કરે છે કે સરકાર ચણા અને રાયડાને ટેકાના ભાવથી ખરીદશે. આવી જાહેરાત કરતા પહેલા અગાઉના અને અત્યારના સમયમાં જે મગફળી સરકારે ખરીદેલ છે તેના પેમેન્ટ ચુકવીઆપવા રજુઆતમાં જણાવેલ છે.

(12:10 pm IST)