Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

જામનગર કોર્પોરેશનમાં મેયરપદે કોણ ? બીનાબેન કોઠારી-કુસુમબેન પંડ્યા-ડિમ્પલબેન રાવલ સહિતના નામો ચર્ચામાઃ ભાજપ સરપ્રાઇઝ આપશે ?

જામનગર: મનગર મહાનગર પાલિકામાં સતત છઠ્ઠી વખત ભારતીય જનતા પાર્ટીએ શાસન મેળવ્યું છે. ત્યારે હવે મહાનગર પાલિકાના નવા મહિલા મેયર કોણ બનશે તે મુદ્દે ભારે ચર્ચાઓ જાગી છે. જોકે પ્રથમ અઢી વર્ષ માટે જામનગર મનપામાં મહિલા મેયરનું પદ અનામત હોય જેથી જ્ઞાતિ સમીકરણની દ્રષ્ટિએ અને સિનયોરિટી જોતા જૈન સમાજના અને બ્રહ્મ સમાજના મહિલાઓ મેયરપદ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે.

સતત છઠ્ઠી વખત જામનગર પાલિકામાં ભગવો લહેરાયો

જામનગર મહાનગરપાલિકા પર ભારતીય જનતા પાર્ટીએ 50 બેઠકો સાથે ઐતિહાસિક વિજય મેળવ્યો છે. પરંતુ હવે મનપા પર જ્યારે કેસરિયો ફરીથી સતત છઠ્ઠી વખત એટલે કે ડબલ હેટ્રીક બાદ લહેરાયો છે, ત્યારે જામનગર મનપામાં શહેરના પ્રથમ નાગરિક એટલે કે મેયરનું પદ કોણ શોભાવશે તે બાબતો પણ ખૂબ મહત્વની બની રહી છે. ખાસ કરીને પ્રથમ અઢી વર્ષ માટે જામનગર મહાનગરપાલિકામાં મેયર પદ માટે મહિલા અનામત રાખવામાં આવ્યું છે, ત્યારે આ વખતે ચોક્કસ જ્ઞાતિના સમીકરણો તેમજ સિનિયોરીટીને પ્રાધાન્ય આપીને મેયરપદ માટે લાયક મહિલાનું નામ જાહેર કરવામાં આવે તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

મહિલા બનશે મેયર

જામનગરમાં જ્ઞાતિના ચોક્કસ રાજકારણની વાત કરવામાં આવે તો શહેરમાંથી ભાજપના બે ધારાસભ્ય છે. જેમાં ક્ષત્રિય સમાજના ધારાસભ્ય અને તેમજ પાટીદાર સમાજના ધારાસભ્યોને ગુજરાત સરકારમાં મંત્રી પદ આપવામાં આવ્યું છે. જ્યારે આહિર સમાજના મહિલા સંસદ કેન્દ્ર સરકારમાં નેતૃત્વ કરી રહ્યા છે તેવા સમયે ખાસ જામનગર શહેરમાં મેયર માટે જૈન સમાજ અને બ્રહ્મ સમાજ મહિલા વિજેતા નગરસેવિકા ચોક્કસથી મેયરપદ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે.

આ મહિલાઓનું નામ છે ચર્ચામાં

જામનગરમાં મેયરના પદની રેસમાં રહેલા મુખ્ય નામોની ચર્ચા કરવામાં આવે તો સૌપ્રથમ નામ જૈન સમાજના નગરસેવિકા બીનાબેન કોઠારીનું આવે છે. બીનાબેન કોઠારી વોર્ડ નંબર 5 ના ભાજપના નગરસેવિકા છે અને સતત બીજી વખત ભાજપમાંથી ચૂંટાઈને આ વખતે પણ વિજેતા થયા છે. તેમજ નગરસેવીકાઓમાં સિનિયર પણ માનવામાં આવે છે. જ્યારે જૈન સમાજ બાદ અન્ય જ્ઞાતિની વાત કરવામાં આવે તો બ્રહ્મ સમાજના મહિલા નગરસેવિકાઓને સંભવત પ્રાધાન્ય આપવામાં આવી શકે છે, જેમાં સતત ત્રીજી વખત ચૂંટાયેલા વોર્ડ નંબર 9 ના બ્રહ્મ સમાજના નગરસેવિકા કુસુમબેન પંડ્યા અને વોર્ડ નંબર 5 માંથી પ્રથમ વખત તેમજ હવે વોર્ડ નંબર 2 માંથી બીજી વખત ચૂંટાઈ આવેલા ડિમ્પલબેન રાવલનું નામ પણ ચર્ચામાંમાં મોખરે જોવા મળી રહ્યું છે.

જોકે મનપાના મેયર માટે હાલ બે ત્રણ નામો ચર્ચામાં ચાલી રહી છે. પરંતુ આ ઉપરાંત પણ ઘણી મહિલા સિનિયર નગરસેવિકાઓ છે, જેઓ પણ મેયર પદની આશા રાખીને બેઠા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની હંમેશા એક પદ્ધતિ રહી છે અને સતત ચર્ચાઓમાં ચાલતા નામ બાદ પણ જ્યારે મહાનગરપાલિકામાં મેયરનું નામ જાહેર કરવા માટેનું મેન્ડેટ આપવામાં આવે છે. ત્યારે કંઈક નવી સરપ્રાઈઝ સામે આવતી હોય છે. એવા સમયે હવે જોવાનું એ રહ્યું કે ખરેખર સિનિયોરીટી અને જ્ઞાતિ આધારિત મેયર નક્કી કરવામાં આવશે કે પછી ભાજપ પ્રદેશ મોવડી મંડળ દ્વારા ફરીથી જામનગરમાં માટે કંઈક નવુ સરપ્રાઈઝ આપવામાં આવશે તે જોવું રહ્યું...???

(5:07 pm IST)
  • ટેકો પાછો ખેંચાયો અને બીજી તરફ અપક્ષ ધારાસભ્ય ઉપર આવકવેરાનો જબરજસ્ત દરોડો ચાલુ : હરિયાણાની ભાજપ સરકારને તાજેતરમાં જ ટેકો પાછો ખેંચી લેનાર અપક્ષ ધારાસભ્ય બલરાજ કુંડુના નિવાસસ્થાન સહિતના સ્થળોએ આવકવેરાની જબરજસ્ત મોટી રેડ ચાલુ હોવાનું જાણવા મળે છે. access_time 11:40 am IST

  • હવે શિવરાજસિંહ ચૌહાણે પણ આપી ચેતવણી : કહ્યું કોરોના સંકટ ટળ્યું નથી : સુરક્ષાના ઉપાયો અપનાવો નહીંતર લોકોડાઉન જેવા પગલાં લેવા પડશે :મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણ ફેલાતું અટકવવા લોકોને સહયોગ આપવા અને સાવધાની રાખવા અપીલ કરી access_time 1:10 am IST

  • શેરબજારમાં ટનાટન તેજીઃ નીફટી ૧પ૧પ૦ ઉપર : સેન્સેકસ પ૧રપ૦ ઉપર : શેર બજારમાં તેજીનો માહોલ ર.૩૦ કલાકે સેન્સેકસ ૪૮૮ પોઇન્ટ વધીને પ૧ર૭૦ અને નીફટી ૧૭પ પોઇન્ટ વધીને ૧પ૧પ૭ ઉપર ટ્રેડ કરે છે રિલાયન્સ ૪ ટકા ઉંચકાયો access_time 12:42 pm IST