Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

અમરેલી વોર્ડ નં.૬માં ભાજપ કાર્યાલયનું ઉદઘાટન

અમરેલીઃ નગરપાલિકાના વોર્ડ નં.૬માં ઝંપલાવ્યુ. ભાજપમાંથી અલ્કાબેન ગોંડલીયા, ચીરાગભાઇ ત્રિવેદી, બીપીનભાઇ લીંબાણી, મનીષાબેન રામાણી ઉમેદવારી કરી ચુંટણી જંગમાં ભાજપ પેનલમાં ઉમેદવારોને સમગ્ર આવકાર સાકડી રહ્યો છે. વોર્ડ નં.૬માં પ્રચાર પ્રસાર સાથે ડોર ટુ ડોર લોકસંપર્ક થઇ રહ્યો છે. સહકારી સીરોમણી દિલીપભાઇ સંઘાણી જિલ્લા પ્રમુખ કૌશીકભાઇ વેકરીયા શહેર પ્રમુખ તુષારભાઇ જોશીના માર્ગદર્શન નીચે વોર્ડ નં.૬માં સત્યનારાયણ ભગવાનની કથા સાથે પીઢ આગેવાન દિલીપભાઇ સંઘાણીના હસ્તે ચુંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે અમરેલી શહેર ભાજપના આગેવાન અને કાર્યકરો  મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર- અહેવાલઃ અરવિંદ નિર્મળઃ અમરેલી)

(1:05 pm IST)
  • જામનગર જીલ્લાના ધ્રોલ અને પડધરી પંથકમાં તથા રાજકોટની ભાગોળે ઓનેસ્ટ સુધી સવારે ૯ વાગ્યા સુધી ભારે ધુમ્મસ અને ઝાકળ છવાયેલા રહ્ના હતા access_time 10:23 am IST

  • દેશમાં કોરોનાના સતત વધતા કેસ :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 16,886 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,46,432 થઇ :એક્ટિવ કેસ 1,48,691 થયા: વધુ 11,976 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,36,432 થયા :વધુ 141 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56, 742 થયા access_time 1:09 am IST

  • મહાકૌભાંડી નીરવ મોદીને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે, યુકેની કોર્ટમાં કેસ હાર્યો. ભારતીય એજન્સીઓ માટે મોટી જીત. access_time 4:41 pm IST