Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

જામનગરમાં મિત્રની ભાળ ન આપતા ૩ શખ્સોએ માર માર્યો

જામનગરમાં મિત્રની ભાળ ન આપતા ૩ શખ્સોએ માર માર્યો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૫: સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં મયુરસિંહ ભરતસિંહ જેઠવા એ ફરીયાદ નોંધાવી છે કે, આ કામ આરોપીઓ શિવો કપ્ટા, દિવ્યરાજસિંહ ઉર્ફે દિવલો ડોન, હર્ષ ઉર્ફે ટકો, રે. જામનગરવાળાને  ફરીયાદી મયુરસિંહના મિત્ર સાથે અગાઉ બોલાચાલી થયેલ હોય જેથી આરોપીઓએ ફરીયાદી મયુરસિંહને તેમના મિત્ર  પુછપરછ કરતા ફરીયાદી  મયુરસિંહએ કોઈ જવાબ આપેલ નહીં જેથી આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને આરોપી કપ્ટા એ છરી લઈને આવેલ હોય અને ઢીકાપાટુનો મારમારી તથા આરોપી દિવ્યરાજસિંહ ઉર્ફે દિવલો ડોન એ ફરીયાદી મયુરસિંહને ગાળો આપી તથા આરોપી હર્ષ ઉર્ફે ટકો ફરીયાદી મયુરસિંહ સાથે ઝપાઝપી કરી ઝપાઝપી દરમ્યાન આરોપી હર્ષના હાથમાં રહેલ તલવાર વડે ફરીયાદી મયુરસિંહ તેના બંન્ને હાથ વડે પકડી રાખેલ હોય જેથી તલવાર વડે ફરીયાદી મયુરસિંહના જમણા હાથની હથેળીના ભાગે ઈજા કરી તથા ડાબા હાથની બીજી આંગળી ઉપર ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધ જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

અમન સોસાયટી સામેથી મોટરસાયકલ ચોરાયાની રાવ

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં એજાજભાઈ જહીરભાઈ શેખ એ ફરીયાદ નોધાવી છે કે, ફરીયાદી એજાજભાઈ એ તેના મીત્ર પાસેથી તેના મીત્રની માલીકીનું હોન્ડા એકટીવા મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.–૧૦–બી.એસ.–૪પ૭૧, કિંમત રૂ.૩પ,૦૦૦/– નું થોડા દિવસ વાપરવા લીધેલ હોય ને અને હોન્ડા એકટીવા મોટરસાયકલ ફરીયાદી એજાજભાઈએ કાલાવડ નાકા બહાર, અમન સોસાયટી સામે, જામનગરમાં પોતાના ઘર પાસે પાર્ક કરેલ હોય જે આરોપી કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

વર્લીમટકાના આંકડા લખતો શખ્સ ઝડપાયો

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. પ્રવિણભાઈ ભીખાભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, ખોજાનાકા મકરાણી જમાતખાના સામે, જામનગરમાં આરોપી હુશેન ઉર્ફે હુશી જમાલભાઈ ઈશાકભાઈ શેખ, રે. જામનગરવાળો વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરતા વર્લીમટકાના આંકડા લખેલ સ્લીપ તથા રોકડા રૂ.૧૮૯૦/ ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

લેપટોપ ચોરી થયાની રાવ

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં બ્રિજનંદન બોઢનયાદવ રાય એ ફરીયાદ નોંધાવી છે કે, ડિફેસ કોલોની ગાયત્રી મંદિર પાસે, જામનગરમાં ફરીયાદી બ્રિજનંદનના દિકરાએ ભુલથી તેના ઘરની બહાર પાર્ક કરેલ પોતાની ગાડીમાં તેનું સેમસંગ કંપનીનંુ કોરે–આઈ–૭ મોડલ નંબરનું લેપટોપ કિંમત રૂ.૧પ,૦૦૦/– વાળી ગાડીમાં રાખેલ હોય અને તે ગાડીમાં લોક મારેલ ન હોય તે આરોપી કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

ઇંગ્લીશ દારૂની બોટલ સાથે શખ્સ ઝડપાયો : એક ફરાર

કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં કોન્સ. મહેશભાઈ મોહનભાઈ ચાવડા એ ફરીયાદ નોંધાવી છે કે, બાલંભડી ગામ પાસે રોડ ઉપર આરોપી મૌલીકકુમાર દિનેશભાઈ સુતરીયા એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્જામાં રીયલ્સ બ્લેન્ડેડ મોલ્ટ વ્હીસ્કી ૭પ૦ એમ.એલ. તથા ૪ર.૮% વી.વી.ફોર સેલ ઈન ગોઆ લખેલ બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦ તથા હિરો હોન્ડા મોટરસાયકલ કિંમત રૂ.૧પ,૦૦૦/– મળી કુલ રૂ.૧પ,પ૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે તથા આરોપી ગીરીશભાઈ મોહનભાઈ ચાવડા ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ચોરી કરવાની કોશિષ કરી રૂ. ૮૦ હજાનું નુકશાન કર્યાની ૩ સામે રાવ

મેઘપર પોલીસ સ્ટેશનમાં રમેશભાઈ દેવરખીભાઈ પીઠીયા એ ફરીયાદ નોંધાવી છે કે, આ કામના આરોપીઓ સંજય કાળુભાઈ સોલંકી, સન્ની મુકેશભાઈ બાબુભાઈ સોલંકી, વિપુલ તુલસીભાઈ ગોહીલ રે. જામનગરવાળા એ પાયલ ધાર સામે રોડની બાજુમાં આવેલ મીલેનીયમ હોટલની અગાસી ઉપર ફીટ કરેલ જીયો કંપનીના ટાવર માંથી ટાવરમાં ફીટ કરેલ વસ્તુઓની કાપી તોડી ચોરી કરવાના ઈરાદે કોશીષ કરી કોપર વાયર એલ્યુમીનીયમ વાયર, ફાઈબર વાયર, એસ.એમ.પી.એસ. સેમસંગ ડી.યુ.નું કિંમત રૂ.૩,૮૦,૦૦૦/– નું નુકશાન કરી ગુનો કરેલ છે.

રસોઈ બનાવતા દાઝી જતા મહિલાનંુ સારવાર દરમ્યાન મોત

 જામનગર તાલુકાના નાઘેડી ખાણ વિસ્તારમાં રહેતા મનોજભાઈ અરજણભાઈ સોલંકી, ઉ.વ.૩૬ એ પંચ ભબીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે આ કામે મરણજનારબ પારસબેન મનોજભાઈ સોલંકી, ઉ.વ.રપ, રે. નાઘેડી ખાણ વિસ્તાર, તા.જિ.જામનગરવાળા ગઈ તા.૧૦–ર–ર૦ર૧ ના રાત્રીના નવેક વાગ્યે પોતાના ઘરે રસોઈ બનાવતા શાકની તપેલી સાણસી વડે ગેસ ઉપરથી ઉતારવા જતા તપેલી છટકી જતા ગરમ શાક તથા તેલ શરીરે પેટના ભાગે તથા છાતીના ભાગે તા બંન્ને હાથ તથા મોઢા ઉપર ઉડતા શરીરે દાઝી જતા સારવારમાં જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ થયેલ જે સારવાર દરમ્યાન મરણ થયેલ છે.

રણજિતસાગર ડેમ ઉપરથી પડી જતા યુવકનું મોત

દડીયા ગામ ફોરેસ્ટ રીસોર્ટમાં રહેતા  રાકેશ મોહનભાઈ અમલ્યા, ઉ.વ.૧૮ એ પંચ બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, આ કામે મરણજનાર રાહુલ કર્મેન્દ્રકુમારસિંગ, ઉ.વ.ર૩ રે. કિશાન ચોક, કબીરપરા, જામનગર વાળા તથા જાહેર કરનાર રાકેશ બંન્ને રણજીતસાગર ખાતે ફોટા પાડવા માટે ગયેલ હોય તે દરમ્યાન આ કામે મરણજનાર રાહુલ કર્મેન્દ્રકુમાર હાથપગ ધોવા માટે રણજીતસાગર પાછળના ભાગે આવેલ મુખ્ય બંધ ની ઢોળાવવાળી પાણી પર ચાલતા હોય તે દરમ્યાન શેવાળના લીધે પગ લપસી જતા પાણીમાં પડી જતા પાણીમાં ડુબી જતા મરણ થયેલ છે.

મોટરસાયકલ સ્લીપ થઈ જતા યુવાનનું સારવાર દરમ્યાન મોત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભરાણા ગામે રહેતા ફિરોજભાઈ જુનસભાઈ ચમડિયા, ઉ.વ.૩રએ સિકકા પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે આ કામે મરણજનાર સદામ મામદભાઈ ચમડિયા પોતાનું મોટરસાયકલ નં. જી.જે.–૩૭–ઈ.ઓ.–૦પ૯૬ નું લઈને જામનગરથી ભરાણા ગામે આવતો હોય ત્યારે સરમત ના પાટીયા પાસે એસ્સાર પેટ્રોલ પંપ સામે હાઈવે રોડ ઉપર તેની મોટરસાયકલ સ્લીપ થઈ જતા માથામા તથા હાથમાં ઈજાઓ થતા સારવારમાં જામનગરની જી.જી.હોસ્પિટલમાં લાવતા સારવાર દરમ્યાન મરણ થયેલ છે.

(12:50 pm IST)