Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

બગોદરા-વટામણ હાઇ-વે ઉપર અકસ્માતમાં ૩ મોત

તૂફાન ચાલકે સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ : પ ને ઇજા

(ફઝલ ચૌહાણ દ્વારા વઢવાણ, તા. રપ : બગોદરા-વટામણ હાઇ-વે ઉપર આજે સવારે અકસ્માત સર્જાતા ૩ વ્યકિતના  મોતથી અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ બગોદરા વટામણ હાઈવે ઉપર વહેલી સવારે અકસ્માત સર્જાવા પામ્યો છે જેમાં ઘટનાસ્થળે જ ત્રણ લોકોના મોત નિપજવા પામ્યું છે ત્યારે તુફાન કાર અને સામેથી આવતા ટ્રક સાથે અકસ્માતમાં ઘટના સ્થળે ત્રણ લોકોના મોત નિપજ્યા છે અન્ય પાંચને નાની-મોટી ઈજાઓ થતા તાત્કાલિક તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ત્યારે અકસ્માતો સર્જાયા બાદ આજુબાજુના લોકો દ્વારા ૧૦૮ને ફોન કરવામાં આવતા તાત્કાલિકપણે ૧૦૮ ના રેસ્કુ ઓપરેશન કરી ૨ દર્દીઓ ને ૧૦૮  બગોદરા ના ઈએમટી હિમ્મત ચાવઙા  અને પાયલોટ પ્રદહ્યુમન ધુમ્મઙ એ બહાર કાઢી તાત્કાલિક દર્દી ઓ પ્રાથમિક સારવાર આપી હતી અને તાત્કાલિક ધોરણે બગોદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રીફર કરવામાં આવ્યા હતા ત્યારે વધુ તબિયત ગંભીર હોવાના કારણે હાલમાં આ પાંચ દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

ત્યારે સામાન્ય પૂછપરછ બાદ  જીવિત રહી ગયેલા પાંચ શખ્સોને પૂછવામાં આવતા પોતે કાઠિયાવાડ તરફ મજૂરી કરવા જતા હોવાનું ખુલવા પામ્યું છે અને તમામ લોકો આદિવાસી સમાજમાં હોવાનો પણ પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે ત્યારે આ ૮ લોકો તુફાન ભરી અને નાની મોટી છૂટક મજૂરી કરવા કાઠિયાવાડ તરફ જઈ રહ્યા હતા અને અકસ્માતમાં કારણે ત્રણ લોકોના મોત નિપજ્યા છે અન્ય પાંચ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

જયારે ઇજાગ્રસ્તોમાં અર્જુનભાઈ ડામોર વેણુભાઈ મહેશભાઈ સહિતના પાંચ લોકોને ગંભીર ઇજાઓ પહોંચવા પામી છે અન્ય ત્રણ લોકોના મોત નિપજવા પામ્યું છે ત્યારે તુફાન કારની બોડી ચિરી અને ૧૦૮ ના પાયલોટો દ્વારા ડેડ બોડી બહાર કાઢી અને બાકી અને પાંચને બચાવી લેવામાં આવ્યા છે.

(12:45 pm IST)