Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

મોરબી સ્થા.જૈન સમાજ દ્વારા રૂ.બે લાખની સહાય

મોરબીઃ ચાતુર્માસ પુર્ણ કરી લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધીપતિ આચાર્ય ભગવંત પૂ.બા.બ્ર. ભાવચંદ્રજીસ્વામીના આજ્ઞાનુવર્તી બા.બ્ર.સાધનાબાઇ મહાસતીજી આદિ ઠાણા-ર કચ્છ તરફ વિહાર કરી જઇ રહ્યા હતા ત્યારે માળીયા મીયાણા નજીક થયેલ અકસ્માતમાં સ્વામીની વ્હીલચેર ચલાવનાર ધારીના ભારતીબેન પાટડીયાનું મૃત્યુ થયેલ તેથી તેમના કુટુંબને મદદરૂપ થવા માટે લીંબડી અજરામર સંપ્રદાય, શ્રી મોરબી સ્થાનકવાસી જૈન સંઘ (સોનીબજાર ઉપાશ્રય) તથા પ્લોટ પૌષધશાળા બંનેના ટ્રસ્ટીઓ, ટ્રીપલ-એ સીનીયર સીટીઝન ગ્રુપ મોરબી સ્થા.જૈન યુવક મંડળ, પુજય મહાસતીજીના સંસારી સગાઓ તથા અન્ય દાતાશ્રીઓના સહયોગથી રૂ. બે લાખની સહાય ભારતીબેન વારસદારને એફ.ડી.કરી આપવામાં આવેલ. તેમજ અન્ય બીજા બહેન સમજુબેન જે વ્હલીચેર ચલાવતા હતા તેમના સામાન્ય ઇજા થયેલ તેઓને પણ રૂ.દશ હજારની સહાય મોરબી સ્થા. જૈન સંઘ દ્વારા આપવામાં આવેલ. આ ઉપરાંત રાજકોટખાતે બંધુ બેલડી ડો. નિરંજનમુની મહારાજ તથા બા.બ્ર.સાધનાબાઇ મહાસતીજીઆદી ઠાણા-ર ના સાનીધ્યમાં એકાવતારી બા.બ્ર. અજરામરજી સ્વામીના રપ૮માં દિક્ષા દિવસે સંઘના પ્રમુખ મધુભાઇ ખંધારે ભારતીબેનના વારસને રાજકોટ સંઘ તરફથી રૂ.૧૧,૦૦૦/- આપવાનું જાહેર કરેલ.

(12:41 pm IST)