Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

જૂનાગઢમાં નવાબી શૈલીના ચિત્રોનું સર્જન :રાષ્ટ્રીય કલા શિબિરમાં દેશભરના 105 ચિત્રકારોએ કલા કંડારી

ઉપરકોટનો કિલ્લો, મોહબ્બત મકબરા, અશોક શિલાલેખ જેવા બેનમુન સ્થાપત્યને વોટર કલરના માધ્યમથી લેન્ડસ્કેપ પર ઉતાર્યા

જૂનાગઢમાં નવાબી શૈલીના ચિત્રોનું સર્જન કરાયું હતું રાષ્ટ્રીય કલા શિબિરમાં દેશભરના 105 ચિત્રકારોએ કલા કંડારી હતી જૂનાગઢમાં બારમી રાષ્ટ્રીય કલા શિબિરનું આયોજન થયેલ જેમાં દેશભરના 105 ચિત્રકારોએ શહેરની ઐતિહાસીક અને નવાબી શૈલીના બાંધકામોના ચિત્રોનું સર્જન કર્યું હતું જૂનાગઢની શાન ગણાતા ઉપરકોટનો કિલ્લો, મોહબ્બત મકબરા, અશોક શિલાલેખ જેવા બેનમુન સ્થાપત્યને વોટર કલરના માધ્યમથી લેન્ડસ્કેપ પર ઉતાર્યા હતા
   ગુજરાત કલા સંસ્થા દ્વારા આયોજિત કલા શિબિરથી વિદ્યાર્થીમાં છૂપાયેલી શક્તિ ખીલી ઉઠે છે. આ સંસ્થા દ્વારા અત્યાર સુધીમા અગિયાર હજારથી વધું ચિત્રો તૈયાર થયાં છે અને આઠસોથી વધું ચિત્રકારો ની કલા ઉભરી આવી છે. સળંગ છ થી આઠ કલાક ની જહેમત બાદ તૈયાર થતાં ચિત્રો અંગે  ચિત્રકારોએ સંતોષની લાગણી વ્યકત કરી હતી.

(6:47 pm IST)