Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

ગીર સોમનાથ જિલ્લા પત્રકાર એકતા સંગઠનની સુત્રાપાડામાં બેઠક યોજાઇ : હોદ્દેદારોની વરણી

સુત્રાપાડા : ગીર સોમનાથ જિલ્લા પત્રકાર એકતા સંગઠનની મીટીંગનું આયોજન સુત્રાપાડા સંગઠનનાં યજમાન પદે અને જિલ્લા અધ્યક્ષ હેમલ ભટ્ટનાં આયોજનથી યોજાઈ હતી. જેમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા, ઉપ્રમુખ ગીરવાનસિહ સરવૈયા,ભાવનગર જિલ્લા મહા મંત્રી જલદીપ ભટ્ટ, આઇ.ટી.સેલનાં સમીર બાવાણી તેમજ જિલ્લાનાં આગેવાનો અને ખાસ મહિલા પત્રકાર કાજલબેન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.

પ્રદેશ અગ્રણીઓનું શાલ ઓઢાડી ફૂલહાર કરી જિલ્લા નાં ભરતભાઈ, સરદારસિંહ, જદવભાઈ, મહંમદભાઈ, ગીગભાઈ, વરિષ્ઠ પત્રકાર રામસિંહભાઈ મોરી, રામજીભાઈ, વજેસિહ બારડ, વિગેરે એ કર્યું હતું. શાબ્દિક સ્વાગત  ભરતભાઈ, રામજીભાઈ ચાવડાએ કર્યું હતું. કાર્યક્રમનાં પ્રારંભે ઝોન -૧૦ નાં પ્રભારી રમેશભાઈ ખખ્ખરને કોરોનાનાં કારણે મૃત્યુ અંગે મૌન પાળી શ્રધ્ધાંજલી પાઠવી હતી.

પ્રાસંગિક માર્ગદર્શન જલદીપ ભટ્ટ, ગીરવાનસિંહ સરવૈયા, જિલ્લા પ્રમુખ હેમલ ભટ્ટ, સરદારસિંહ ચૌહાણ દ્વારા અપાયા બાદ છેલ્લે પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા દ્વારા સંગઠનની ખૂટતી કડીઓ જોડવા પ્રદેશ સમિતિ માટે બે નામ સર્વાનુમતે પસંદ કરતા સરદારસિંહ ચૌહાણ,તેમજ મહંમદભાઇ સોરઠીયાની પસંદગી કરી સન્માનિત કર્યા હતા.પત્રકારોની સમસ્યાઓનો ઉકેલ માત્ર સંગઠન છે.૨૫ જિલ્લા અને તમામ તાલુકાઓની કારોબારી સાથે સંગઠન પૂર્ણ થતાં ૬૫૦૦ પત્રકારો સંગઠન સાથે જોડાયા હોવાની માહિતી આપી હતી. ખૂબ એકિટવ અને જાબાજ પત્રકાર અરૂણભાઈ જેબરને જિલ્લા પ્રમુખ સાથે મસલત કરી ને આઇ.ટી. સેલ પ્રદેશ સમિતીમાં સમાવતા સન્માન કર્યું હતું. ફકીર સમાજના પ્રમુખ બનેલ પત્રકાર ઇકબાલ બાટવાનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. અંતે આભાર દર્શન મહિલા પત્રકાર કાજલબેન ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમનાં અંતે સ્વરૂચી ભોજનનું આયોજન સુત્રાપાડા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું.

(11:45 am IST)